અગાઉ આગેવાનોને મળવાની ના પાડ્યા બાદ વિરોધ ઉઠતા કમિશનરે મુલાકાત કરી રજુઆત સાંભળી મોરબી : મોરબીના વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો તાજેતરમાં શહેરની સમસ્યાઓને લઈને આવેદન આપવા ગયા ત્યારે કમિશનરે મળવાની ના પાડી હતી. જો કે બાદમાં કમિશનરે તેઓને મળવા બોલાવી આ સમસ્યા દૂર કરવાની ખાતરી આપી હોવાનું આગેવાનો જણાવી રહ્યા છે.વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના જણાવ્યા મુજબ મોરબી મહાનગરપાલિકા દ્વારા જે દબાણો દૂર કરવાની અને નાની પ્રજાને દંડ આપવાની તાનાશાહી જેવી કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંગે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ આવેદનપત્ર આપવા ગયું ત્યારે કમિશનરે મળવાની ના પાડી હતી. જે બાદ વિહિપ અને બજરંગદળએ આ તાનાશાહીનો વિરોધ ચાલુ કર્યો હતો. આ વિરોધ આખરે સુખદ અંત આવી ગયો છે. મોરબી જીલ્લાના મોટા વહીવટી અધિકારીના નેજા હેઠળ ફરિયાદ સાંભળી અને એમના મારફત મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે વાત કરી હતી. મહાનગરપાલિકાના અધિકારીઓએ વિહિપ અને બજરંગદળના જવાબદાર કાર્યકર્તાને મળવા બોલાવ્યા હતા અને મુદ્દાસર રજૂઆતો સાંભળી અને માન્ય પણ રાખેલ છે. સાથે વિહિપ અને બજરંગદળ દ્વારા જે મુદ્દાઓની રજૂઆત કરવામાં આવી હતી તેનો યોગ્ય સમયે નિકાલ પણ કરવામાં આવશે એવી મહાનગરપાલિકાના કમિશનર દ્વારા ખાતરી આપવામાં આવી છે.