મહાપાલિકાની ફરી એક વખત મુખ્ય રોડ-રસ્તાઓ ઉપર ડ્રાઇવ : બિન અધિકૃત 15 કિલો પ્લાસ્ટિક જપ્ત, 29 વેપારીઓને રૂ.10 હજારનો દંડમોરબી : મોરબી મહાપાલિકા બનતાની સાથે જ તંત્ર એક્શન મોડમાં દેખાઈ રહ્યું છે. મ્યુનિસિપલ કમિશનર સતત ફિલ્ડમાં દેખાઈ રહ્યા છે. આજે પણ મ્યુનિસિપલ કમિશનરે ટિમ સાથે ફિલ્ડમાં ઉતરી 15 જેટલા નડતરરૂપ દબાણો હટાવ્યા હતા. મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેની આગેવાનીમાં ડેપ્યુટી કમિશનર સંજય સોની, સેનિટેશન વિભાગના કૃષ્ણસિંહ જાડેજા, દબાણ શાખાના હિતેશભાઈ રવેશિયા સહિતના અધિકારીઓએ આજેહોસ્પિટલ ચોકથી વિજય ટોકીઝ, નહેરૂગેટ ચોક, નાસ્તા ગલી, પોસ્ટ ઓફિસ રોડ, શાકમાર્કેટ સહિતના સ્થળોએ ડ્રાઇવ યોજી હતી. આ વેળાએ રોડ ઉપર નડતરરૂપ લારી, ગલ્લા અને રેકડીના 15 દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત બીન અધિકૃત 15 કિલો જેટલો પ્લાસ્ટિકનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. જે બદલ 29 વેપારીઓને રૂ. 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.