મહાપાલિકા કચેરીના પટાંગણમાં પણ બે ટ્રક મોરમનો જથ્થો ઠાલવી દેવાયો, વરસાદ પડ્યા બાદ ત્વરિત કામગીરી થઈ શકે તે માટે તંત્ર એક્શનમાંમોરબી : મોરબીમાં ચોમાસાની ઋતુ દરમિયાન માર્ગો પર પડતા ખાડાઓની સમસ્યાનો તાત્કાલિક નિકાલ કરવા માટે મોરબી મહાનગરપાલિકાના કમિશનર સંગીતા રાયાણી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વરસાદના કારણે શહેરમાં ક્યાંય પણ ખાડા-ખબડા થાય તો તાત્કાલિક સમારકામ પ્રક્રિયા હાથ ધરી શકાય તે માટે એજન્સીઓને ત્રણ-ત્રણ ટ્રક જેટલો મોરમનો જથ્થો રિઝર્વ રાખવાનો આદેશ અપાયો છે.કમિશનર દ્વારા લેવાયેલા આ નિર્ણય અંતર્ગત મહાપાલિકા કચેરીના પટાંગણમાં પણ બે ટ્રક મોરમનો જથ્થો ઠાલવી દેવાયો છે. વરસાદ પડ્યા બાદ મહાપાલિકાના ગ્રાઉન્ડમાં ત્વરિત કામગીરી થઈ શકે તે માટે મોરમનો જથ્થો તૈયાર રખાયો છે. આ ઉપરાંત સંબંધિત કામગીરી કરતી એજન્સીઓને પણ ખાસ તાકીદ કરવામાં આવી છે. જે અંતર્ગત એજન્સીઓને પણ 3-3 ટ્રક મોરમનો જથ્થો રિઝર્વ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. જેથી કરીને શહેરમાં ગમે ત્યાં વરસાદી પાણીના કારણે ખાડા પડે તો કોઈપણ વિલંબ વગર તાત્કાલિક તેને પૂરી શકાય. નાગરિકોને ચોમાસામાં વાહન ચલાવવામાં કે અવરજવરમાં હાલાકી ન ભોગવવી પડે તે માટે કમિશનર દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #MorbiMahanagarpalika #Monsoon #RoadRepair #MorbiNews #Gujarat