કાયાજી પ્લોટ, લગધીરવાસ અને રબારી વાસ સહિતના વિસ્તારમાં સફાઈનું નિરીક્ષણ કર્યુંમોરબી : મોરબીમાં મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરએ ચાર્જ સંભાળ્યા બાદ મોરબીને સ્વચ્છ બનાવવા એક્શનમાં આવ્યા છે અને આજે સતત બીજા દિવસે સવારથી વિવિધ વિસ્તારમાં સફાઇ અંગે ચેકીંગ હાથ ધર્યું હતું. સ્વચ્છતા માટે જમીની કાર્યવાહીમા આજે કાયાજી પ્લોટ, રબારીવાસ, શક્તિ પ્લોટ સહિતના વિસ્તારમાં ચેકીંગ કરાયું હતું.મોરબીના નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કુલદીપસિંહ વાળા સહિતની ટીમે શહેરના જેલ રોડ પરના લખધીર વાસના બાલમંદિર આ ઉપરાંત રબારી વાસ, શક્તિ પ્લોટ, કાયાજી પ્લોટ સહિતના વિસ્તારોમાં ચેકીંગ કર્યું હતું. સાથે જ આ વિસ્તારમાં સફાઈ કામદારો પૂરતા પ્રમાણમાં સમયસર આવે છે કે નહીં તે અંગે માહિતી મેળવી હતી. નોંધનીય છે કે, મોરબી મહાનગર પાલિકામાં કમિશનર સ્વપ્નિલ ખરે દ્વારા ગત રોજ ચાર્જ સાંભળતાની સાથે જ શહેરમાં સ્વચ્છતાને અગ્રતા આપવાનું જણાવી શહેરમાં ચેકીંગ શરૂ કર્યું હતું અને જાહેરમાં કચરો ફેકતા વેપારીઓને દંડ પણ ફટકાર્યો હતો.