જાહેર કરાયેલા ક્યુઆર કોડ પરથી તથા વેબસાઈટ પરથી લોકો 26 જાન્યુઆરી સુધીમાં બજેટ લક્ષી સૂચનો આપી શકશે : કોર્પોરેશન ડે પણ ઉજવવાની જાહેરાત, જેમાં અનેકવિધ કાર્યક્રમો યોજાશેમોરબી મહાનગરપાલિકાને રચના થયાને એક વર્ષ પૂરું થવામાં છે. ઉપરાંત આગામી વર્ષના બજેટની તૈયારી પણ શરૂ કરવામાં આવી છે. ત્યારે એક વર્ષમાં મોરબી મહાનગરપાલિકા દ્વારા કેવા કેવા વિકાસના કામો કરવામાં આવ્યા છે અને ભવિષ્યમાં કેવા કેવા કામો થશે તે અંગે મોરબી મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેએ મોરબી અપડેટ સાથે ખાસ વાતચીત કરી હતી.કમિશનરે કહ્યું કે, આ વખતે અમે સૌ પ્રથમ વખત કોર્પોરેશન ડેની પણ ઉજવણી કરવા જઈ રહ્યા છીએ. જેમાં કોર્પોરેશનના સ્ટાફનું હેલ્થ ચેકઅપ થાય, વૃક્ષારોપણ અને બ્લડ ડોનેશન જેવા કાર્યક્રમો થાય અને ચિંતન શિબિર સહિત આયોજન સ્ટાફ માટે કરવામાં આવ્યું છે. સાથે જ લોકો માટે પણ કોર્પોરેશન ડે નિમિત્તે ઘણા બધા આયોજન કરવામાં આવ્યા છે. જેમાં 31 ડિસેમ્બરે મોરબીમાં રાણીબાગ ખાતે બુક ફેર યોજાશે. 29 ડિસેમ્બરના રોજ ડે વીથ કમિશનર અંતર્ગત વિવિધ સ્કૂલના બાળકોને કોર્પોરેશનમાં લાવવામાં આવશે વિવિધ કામગીરીઓમાં તેમને જોડવામાં આવશે. સાથે જ કોર્પોરેશનને એક વર્ષ પૂર્ણ થઇ રહ્યું છે ત્યારે સોશિયલ મીડિયામાં #mmc@1 સાથે લોકો એક વર્ષમાં થયેલા કોઈપણ વિકાસ કામ સાથે સેલ્ફી અપલોડ કરી શકશે. જેમાંથી શ્રેષ્ઠ ત્રણ સેલ્ફી હશે તેમને મોરબી મહાનગરપાલિકા દ્વારા પુરસ્કૃત કરવામાં આવશે.મોરબી અપડેટ સાથે વાતચીતમાં કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે, મોરબી મહાનગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ નું બજેટ તૈયાર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. આ બજેટમાં જન ભાગીદારી સુનિશ્ચિત કરવા મોરબી મહાનગરપાલિકા દ્વારા આજરોજ એક ક્યુઆર કોડ લોન્ચ કરવામાં આવી રહ્યો છે. આ સાથે મોરબી મહાનગર પાલિકાની વેબસાઈટમાં પણ નાગરીકો 26 જાન્યુઆરી 2026 સુધીમાં પોતાના બજેટ લક્ષી સૂચનો આપી શકશે. જેનાથી મોરબી મહાનગર પાલિકાનું બજેટ લોકલક્ષી લોકોની સમસ્યાઓને દુર કરવા માટેનું અને જનભાગીદારી સાથેનું બજેટ બનાવી શકાય.લોકોની સુખાકારી અને સુવિધા માટે મોરબી મહાનગરપાલિકા સતત પ્રયત્નશીલ છે આગામી સમયમાં મોરબીવાસીઓ માટેની સવલતો બાબતે ખૂટતી કડીઓ પર કામ કરી મોરબીને વધુ સુવિકસિત અને આયોજનબદ્ધ શહેર બનાવવા મોરબી મહાનગરપાલિકા કટિબદ્ધ છે.તેઓએ ઉમેર્યું કે એક વર્ષમાં રોડ અને ડ્રેનેજના ઘણા કામો પૂરા કરવામાં આવ્યા છે. સરદાર બાગનું નવીનીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે. સાથે જ નવા ત્રણ બગીચાનું પણ કામ શરૂ થઈ ચૂક્યું છે. જેમાં શંકર આશ્રમ, કેસરબાગ અને સુરજબાગનું કામ કરવામાં આવશે. હાલ સુરજબાગમાં લાઈબ્રેરી બનાવવાનું કામ ચાલુ થઈ ગયું છે. બજરંગ અખાડાનું આધુનિકરણ કરી ત્યાં જીમ સહિતની વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે. કેનાલ રોડનું બંને ભાગમાં નિર્માણ થાય તેના માટે પણ પ્રયત્નો ચાલુ છે. સબજેલથી જતા લીલાપર રોડનું પણ ડેવલપમેન્ટ થશે. ભડીયાદ સુધી જતા રસ્તાનું પણ ડેવલપમેન્ટ કરવામાં આવશે. ટ્રાફિકની સમસ્યા અંગે કમિશનરે જણાવ્યું હતું કે, મોરબીમાં ટ્રાફિક સમસ્યા હળવી થાય તે માટે બે બ્રિજના ડીપીઆર બનાવીને સરકારમાં મોકલવામાં આવ્યા હતા અને સરકારે બંને બ્રિજ મંજૂર કરી દીધા છે. જેમાં વીસીપરાને સામા કાંઠે જોડતો બ્રિજનું ટેન્ડર આગામી પાંચ સાત દિવસમાં લાઈવ થઈ જશે. જ્યારે બીજો બ્રિજ જે લીલાપર અને રવાપરને સામા કાંઠે જોડશે તેની ટેકનીકલ ડિઝાઇન ફાઈનલ થવા જઈ રહી છે. જ્યારે આ બંને બ્રિજ નિર્માણ પામશે ત્યારે મોરબી શહેરનો ટ્રાફિકનો પ્રશ્ન હાલ થશે. સાથે જ ટ્રાફિક એન્જિનિયરિંગના નિયમો પ્રમાણે મોરબી શહેરના જે સર્કલો છે તેનું ડેવલપમેન્ટ કરવામાં આવશે. કુલ 24 સર્કલમાંથી આઠ સર્કલના ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરાશે અને ત્યારબાદ બીજા 16 સર્કલની કામગીરી હાથ ધરવામાં આવશે. સિટી બસની સુવિધા અંગે કમિશનરે જણાવ્યું હતું કે, સિટી બસ માટે કોર્પોરેશનને ત્રણ વખત ટેન્ડર બહાર પાડ્યું હતું પરંતુ કોઈ પણ એજન્સીએ રસ દાખવ્યો નથી. જેથી ફરીથી ટેન્ડરની પ્રક્રિયા કરવામાં આવશે. આ ઉપરાંત મોરબી શહેરને 50 જેટલી ઇલેક્ટ્રિક સિટી બસો ફાળવવામાં આવે તેવી પણ રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવી છે.દબાણની કામગીરી અંગે કમિશનરે કહ્યું હતું કે, રવાપર અને શનાળા વિસ્તારમાં ઘણી બધી મંજૂરી વિનાની ઊંચી બિલ્ડીંગો હતી ત્યાં ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા સીલ મારવામાં આવ્યા છે. એમાં 19 જેટલા કેસો આ બંને વિસ્તારના હાલ ચાલી રહ્યા છે. અને જે વિસ્તારોમાં હજુ ડિમોલિશન કરવાનું બાકી છે ત્યાં પણ આગામી સમયમાં ડિમોલિશન કરવામાં આવશે.મોરબી મહાનગરપાલિકાની રચના થઈ ત્યારે શરૂઆતના દિવસોમાં કોઈ એજન્સીઓ મળતી ન હતી જેના કારણે થોડી તકલીફ પડી હતી. પરંતુ છેલ્લા ચાર પાંચ મહિનાથી એજન્સીઓ રસ નાખવી રહી છે અને કામગીરી આગળ વધી રહી છે. નવી કોર્પોરેશનની કામગીરી કરતા મોરબીમાં સારી કામગીરી થઈ રહી છે. હાલ ટેન્ડરની પ્રક્રિયા પણ ખૂબ જ કાળજીપૂર્વક અને નિયમો પ્રમાણે કરવામાં આવી રહી છે. ઓનલાઇન ટેક્સ ભરવાની પણ લોકોને આપણે સુવિધા પૂરી પાડી છે જેનો પણ લોકો લાભ લઈ રહ્યા છે. સરકારના પરિપત્ર પ્રમાણે જ્યાં પણ વિકાસ કામગીરીની મંજૂરી નથી ત્યાં કોર્પોરેશન દ્વારા કોઈ પણ પ્રકારની બાંધકામની મંજૂરી આપવામાં આવતી નથી. ડ્રાફ્ટ ડેવલપમેન્ટ પ્લાન મંજૂર થશે ત્યારબાદ જ આવી મંજૂરીઓ આપવામાં આવશે. ડીપી વિસ્તાર છે ત્યાં ઈ- નગર પણ કાર્યરત કરી દેવામાં આવ્યું છે. વધુમાં કહ્યું હતું કે, 750 કરોડનું ગત બજેટ હતું તેમાંથી 550 કરોડના કામો પૂર્ણ થઈ ચૂક્યા છે. રિવરફ્રન્ટની પણ દરખાસ્ત અમે ત્રીજા મહિનામાં સરકારમાં કરી છે. પરંતુ તેમાં તમામ બાબતોને લઈને આગળ વધવું પડતું હોય છે. હવે જ્યારે સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવશે ત્યારે તમામ બાબતોને ધ્યાને લઈ રિવરફ્રન્ટ બાબતે આગળ વધવામાં આવશે. મણી મંદિરની સામે આવેલો વિસ્તાર જે રાણીબાગ તરીકે ઓળખાય છે તે તેનું ટેન્ડર પણ આગામી સમયમાં રજૂ કરવામાં આવશે. મણી મંદિરમાં કાયમી રોશની થાય છે તેના માટે ટેન્ડર પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે. નહેરુગેટ જેવી જ લાઇટિંગ ગ્રીન ચોકમાં પણ થાય એવું આયોજન છે. શક્તિ ચોકથી...