નોટિસ આપેલા 20 જેટલા આસામીઓમાંથી 10 જેટલા લોકોએ સ્વૈચ્છિક દબાણ દૂર કર્યા: પાકા દબાણો માટે 3-4 દિવસનો મુદ્દત અપાઈ મોરબી: મોરબી-રાજકોટ સ્ટેટ હાઈવે, જે શનાળા બાયપાસ તરીકે ઓળખાય છે, ત્યાં મહાનગરપાલિકા દ્વારા આજે વહેલી સવારથી ડિમોલેશનની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ રોડને કોર્પોરેશન દ્વારા 'LOP' તરીકે જાહેર કરવામાં આવ્યો છે, જેની કુલ પહોળાઈ 30 મીટર છે. વાવડી ચોકડીથી રાજપર ચોકડી સુધીના આ માર્ગમાં બંને બાજુ 15-15 મીટરના વિસ્તારમાં આવતા નડતરરૂપ દબાણોને હટાવવાની કામગીરી કરવામાં આવી હતી.સ્વૈચ્છિક દબાણ અને તંત્રની કાર્યવાહીતંત્ર દ્વારા અગાઉ આ વિસ્તારમાં 20 જેટલા આસામીઓને નોટિસ આપવામાં આવી હતી. જેમાંથી 10 જેટલા લોકોએ સમજદારી દાખવીને ગઈકાલ રાત સુધીમાં પોતે જ સ્વૈચ્છિક રીતે શેડ, છાપરા અને કમ્પાઉન્ડ વોલ જેવા દબાણો દૂર કરી દીધા હતા. બાકી રહેલા અન્ય દબાણો, જેમાં ફેન્સિંગ અને ફ્લેટની કમ્પાઉન્ડ વોલનો સમાવેશ થાય છે, તેને આજે કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા. લોકોના સહકારને કારણે તંત્રને દબાણ હટાવવામાં ઓછી મહેનત પડી હતી.રહેણાકના દબાણો માટે મોહલતડિમોલેશન દરમિયાન અમુક રહેણાક મકાનોમાં જ્યાં ટોયલેટ કે બાથરૂમ જેવા પાકા બાંધકામો એકાદ ફૂટ જેટલા દબાણમાં આવતા હતા, તેવા 3 થી 4 લોકોને રાહત આપવામાં આવી છે. આ લોકોએ બાંયધરી આપી છે કે તેઓ પોતાના પાકા બાંધકામને નુકસાન ન થાય તે રીતે સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરી લેશે, જેના માટે તંત્રએ તેમને 3 થી 4 દિવસનો સમય આપ્યો છે.ગટરની સમસ્યાનું નિરાકરણરોડ પર ગટરના પાણી છલકાવાની ફરિયાદ બાબતે અધિકારીએ જણાવ્યું હતું કે, પંપ પાસે લાઈન ચોકઅપ થઈ હોવાને કારણે છેલ્લા ચાર દિવસથી રિપેરિંગની કામગીરી ચાલુ છે. જો ચોકઅપ ક્લિયર નહીં થાય, તો 10 મીટર જેટલી નવી લાઈન નાખીને આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવશે.