મોરબી : મોરબી તાલુકા પોલીસ મથકમાં એ.એસ.આઈ. તરીકે ફરજ બજાવી રહેલા મુકુન્દરાય પ્રેમશંકર જોશી ગત તારીખ 30 સપ્ટે.ના રોજ વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા તેઓનો આગામી નિવૃત્તિ જીવન શાંતિપૂર્ણ અને સુખમય જાય તેવી ભાવના સાથે તાલુકા પોલીસ મથકના પીએસઆઇ અને પોલીસ કર્મીઓ દ્વારા ફુલહાર અને ફળો આપી વિદાય સમારંભ યોજ્યો હતો. મૂળ મોરબી જીલ્લાના માળીયા મિયાણા તાલુકાના ખાખરેચી ગામના વતની અને છેલ્લા ઘણા સમયથી મોરબી પરિવાર સાથે રહેતા મુકુન્દરાય પ્રેમશંકર જોશી તારીખ 30 સપ્ટે.ના રોજ વય મર્યાદાના કારણે નિવૃત્ત થયા હતા. જેમાં પ્રથમ રેલવે પોલીસ તરીકે જોડાયેલા મુકુન્દરાય પ્રેમશંકર જોષી 36 વર્ષની ફરજમાં કચ્છના લાકડીયા તથા બરોડા, ભાવનગર સહિતના શહેરોમાં ફરજ બજાવી ચૂક્યા છે. બાદમાં, તેઓ રેલવે પોલીસમાથી ગુજરાત પોલીસમાં જોડાયા હતા. જેમાં તેઓ કોન્સ્ટેબલ તરીકે મોરબી, માળીયા મીયાણા, રાજકોટ, ધોરાજી, ગોંડલ, ઉપલેટા, ભાવનગર સહિતના અન્ય જિલ્લાઓમાં પણ નિષ્ઠાપૂર્વક પોતાની સેવા આપી ચૂક્યાં છે. હર હંમેશ પોલીસ તંત્ર માટે સેવા આપવા માટે એમ. પી. જોશી તત્પર રહેતા હતા. મોરબમાં ફરજ દરમિયાન પોલીસને પડતી અગવડતા માટે વર્ષ 2000માં આવેલ ભૂકંપમાં નહેરુ ગેટ ચોકમાં આવેલ પોલીસચોકી નષ્ટ થઈ ગઈ હતી. બાદમાં તેઓએ સરકાર સાથે રહીને નહેરુગેટ ચોક વચ્ચે સતત હેરાન અને પરેશાન રહેતા પોલીસ કર્મચારીઓ ચોવિસ કલાક ફરજ બજાવી પોતાની સેવા આપી શકે એ માટે મદદ કરી હતી. પરંતુ બાદમાં રાજકીય ઈશારે તેને પાડી નાખવામાં આવી અને મુકુંદરાય જોશીએ પોલીસ માટે કરેલા કામ બદલ તેઓની ધોરાજી બદલી કરી દેવામાં આવી હતી. આમ છતાં તેઓ મક્કમ રીતે હરહમેશ પોલીસ પરિવારના લોકો માટે અડગ રહી સમય સામે લડત આપી પોતાની ફરજ નિષ્ઠા અને ઈમાનદારીપૂર્વક નિભાવી હતી. તેમજ ફરજના અંત સુધી તેઓએ પોતાની આ જ છટાને જાળવી રાખી હતી. મુકુંદરાય જોશીને હેડકોન્સ્ટેબલ અને વર્ષ 2017માં એ. એસ. આઈ. તરીકે પ્રમોશન આપવામાં આવ્યું હતું. જેમાં તેઓ મોરબી એ ડીવીઝન, તાલુકા ટ્રાફિક શાખા, જિલ્લા ટ્રાફિક, ડી સ્ટાફ, માળીયા મિયાણાના ઘાટીલા સહિતના ગામોમાં પોલીસ ફરજ બજાવી ચુક્યા છે.ગત તા. 30ના રોજ તેઓ વયમર્યાદાના લીધે નિવૃત થતાં સત્ય બોલવાના આદી એવા મુકુંદરાય જોશીની પોલીસ ખાતામાંથી વિદાયથી સહકર્મીઓ ભાવુક થઈ ગયા હતા અને સાથે જ મુકુંદરાય જોશી પણ તેઓને પોતાના વર્તનથી કોઈને ઠેસ પહોંચી હોય તો માફ કરવાની લાગણી વ્યક્ત કરી પોલીસ પરિવાર માટે હરહંમેશ તેઓ મદદ કરવા તત્પર છે તેવું જણાવી વડીલો અને અધિકારીઓની સલાહ માનવી અને તેઓનું માન જાળવવું કેમ કે એ જ તમારું ભવિષ્ય છે અને નાના માણસનું ખાસ સાંભળવું કેમ કે ઉપરવાળો આજે નહી તો કાલે તેનો હિસાબ આપને જરૂર આપશે તેવી વિનમ્રતાપૂર્વક સલાહ આપી હતી. આ તકે મોરબી તાલુકા ઇન્ચાર્જ પી.એસ.આઈ. જાડેજા, પી.એસ.આઈ. ગિરીશ વાણીયા, પ્રો. મહિલા પી.એસ.આઈ. ઘનલક્ષ્મીબેન ડાંગર અને મોરબી તાલુકા પોલીસના તમામ પોલીસકર્મીઓ હાજર રહ્યા હતા. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274