મહેન્દ્રનગરમાં કેસર હોલ સામે પાર્કિંગમાં તસ્કરો કળા કરી ગયા મોરબી : મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં કેસર હોલ સામે પાર્ક કરેલી મુકેશભાઈની અલ્ટો કાર કોઈ અજાણ્યો તસ્કર ચોરી કરી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના મહેન્દ્રનગરમાં તુલસીપાર્ક, બાલાજી હાઇટસમાં ત્રીજા માળે રહેતા મૂળ જેતપરના મુકેશભાઇ ખોડાભાઇ દેગામાની રૂપિયા 1 લાખની કિંમતની મારુતિ અલ્ટો કાર કેસર હોલની બાજુમા બાલાજી હાઇટસના ખુલ્લા પાર્કીગમા પાર્ક કરેલી હતી. જ્યાંથી કોઈ અજાણ્યો તસ્કર ચોરી કરી લઈ જતા આ મામલે મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..