પોલીસે બન્ને આરોપીઓ પાસેથી 23 બોટલ શરાબ જપ્ત કર્યો : મોરબીમાં સપ્લાયરનું નામ ખુલ્યું મોરબી : મોરબી જિલ્લામાં પોલીસે વિદેશી દારૂ મામલે બે અલગ અલગ ગુન્હામાં મોરબીના અમરેલી રોડ ઉપરથી મુકેશને 11 બોટલ અને હળવદના જુના અમરાપરમાંથી મહેશને 12 બોટલ મળી કુલ વિદેશી દારૂની 23 બોટલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વિદેશી દારૂ ઝડપી લેવાના પ્રથમ કિસ્સામાં બી ડિવિઝન પોલીસે અમરેલી રોડ ભાગ્યલક્ષ્મી સોસાયટી જવાના રોડ ઉપરથી મુકેશભાઇ મનહરલાલ જોબનપુત્રાને મેકડોવેલ નંબર વનની 11 બોટલ કિંમત રૂ.4125 સાથે ઝડપી લઈ દારૂનો આ જથ્થો મયુરભાઇ બટુકભાઇ વાઘેલા રહે.ભાગ્યલક્ષ્મી સોસાયટી મોરબી વાળા પાસેથી મેળવ્યાની કબૂલાત આપતા પોલોસે મયુરને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે બીજા દરોડામાં હળવદ પોલીસે જુના અમરાપર ગામે પ્લોટમાથી રાયસંગપુર ગામના મહેશભાઇ કમાભાઇ ડાભીને મોટર સાયકલ ઉપર બાચકામાં 12 બોટલ વિદેશી દારૂ કિંમત રૂ.3600 અને 15 હજારનું મોટર સાયકલ મળી કુલ 18,600 રૂપિયાના મૂળમાલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..