આલેખન : અમિતસિંહ ચૌહાણ મોરબી : કોરોનાના કહેર બાદ સમગ્ર દેશમાં મ્યુકરમાઇકોસીસ બિમારીનું ચલણ વધ્યું છે. મ્યુકરમાઇકોસીસ એ કોઇ નવી બિમારી નથી. કોરોનાકાળ પહેલા પણ દેશભરમાં મ્યુકરમાઇકોસીસ બિમારીના કેસ જોવા મળતા હતા.પ્રવર્તમાન સ્થિતિમાં કોરોનાગ્રસ્ત દર્દીઓમાં સાજા થઇ ગયા બાદ મ્યુકરમાઇકોસીસ રોગ થવાના કેસ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને ઇમ્યુનોકોમ્પ્રોમાઇઝડ (રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય) દર્દીઓમાંઆ બિમારીનો ફેલાવો વધુ જોવા મળી રહ્યો છે. હાઇ રિસ્ક ગ્રુપના વ્યક્તિ જેવા કે અનિયંત્રીત ડાયાબીટીઝ, કેન્સર , ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હોય, ડ્રગનું સેવન કરનાર, લાંબા સમયથી સ્ટિરોઇડ આપવામાં આવતું હોય, ભેજવાળો ઓક્સિજન લઇ રહ્યા હોય, કુપોષિત, અવિકસીત નવજાત બાળક, સ્ટેમસેલ ટ્રાન્સપ્લાન્ટ કરાવી હોય, ત્વચા પરની કોઈ સર્જરી- ઘા કે દાઝેલી ત્વચા વાળી વ્યક્તિને મ્યુકરમાઈકોસિસ રોગ થવાની સંભાવના અન્યની સરખામણીમાં વધુ રહેલી હોય છે. રાજ્ય સરકાર દ્વારા પણ સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવીને મ્યુકરમાઇકોસીસના દર્દીઓને સત્વરે અને શ્રેષ્ઠ સારવાર મેળી રહે તે માટે આ બિમારીને મહામારી જાહેર કરવામાં આવી છે. મ્યુકરમાઇકોસીસને મહામારી જાહેર કરાતા તેની સારવાર કરતી સરકારી, ખાનગી હોસ્પિટલો અને મેડિકલ કોલેજોએ ભારત સરકારના આરોગ્ય વિભાગ અને આઇ.સી.એમ.આર. દ્વારા રોગના સ્ક્રીનીંગ, ડાયગ્નોસિસ અને ટ્રીટમેન્ટ માટે નિર્ધારીત કરાયેલ દિશાનિર્દેશો પ્રમાણે જ સારવાર કરવાની રહે છે. મ્યુકરમાઇકોસીસ શું છે? મ્યુકર એ ફંગસની વિવિધ જાતીઓમાંથી ઉદ્ભવતી એક છે. જે સામાન્યપણે ચયાપચન ક્રિયાના કારણે,છોડની સપાટી પર,કાચા ફળો પર અથવા લોખંડના કાટ પર જોવા મળે છે. માઇકોસીસ એટલે કે મ્યુકરના કારણે ઉદભવતુ ફંગલ ઇન્ફેકશન. આ બંનેનો સમન્વય થઇને મ્યકરમાઇકોસીસ શબ્દ પ્રચલનમાં આવ્યો છે. મ્યુકરમાઈકોસિસ ફૂગ જીવસૃષ્ટિમાં બધે જ જોવા મળે છે. ખાસ કરીને માટીમાં તેનું પ્રમાણ વધુ જોવા મળે છે. મ્યુકરમાઈકોસિસ ફૂગ માનવ શરીરમાં શ્વાસ કે ત્વચા પરના ઘા થકી પ્રવેશે છે. રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવી વ્યક્તિમાં પ્રવેશેલી મ્યુકરમાઈકોસિસની ફૂગ શરીર પર હાવી થઈ જાય છે અને પ્રસરવા લાગે છે. ફંગલ ઇન્ફેકશન થવાના કારણો આપણી આસપાસ હવામાં ફંગસના બીજ જોવા મળે છે.જે શ્વાચ્છોશ્વાસની ક્રિયા દરમિયાન આપણા શરીરમાં પ્રવેશીને નુકશાન પહોંચાડી શકે છે. પરંતુ મજબૂત રોગપ્રતિકારક શક્તિ ધરાવતા વ્યક્તિ આ નુકશાનને ઝીલી તેની સામે પ્રતિકાર કરી શકે છે. જ્યારે નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા વ્યકતિઓ ફંગલ ઇન્ફેકશનો ભોગ બને છે. કોરોના બાદ આ બ્લેક ફંગલ ઇન્ફેકશન થવાનું કારણ અગાઉ પણ ડાયાબિટીસ ધરાવતા દર્દીઓ, કિડની કેન્સરની બિમારી ધરાવતા દર્દીઓમાં આ ઇન્ફેકશન જોવા મળતુ હતું.પરંતુ કોરોના થઇ ગયા બાદ ડાયાબિટીસ નિયંત્રણમાં ન રહેવું, વિવિધ સ્વાસ્થપ્રદ(અનહાઇજીન) પરસિથ્તિ ન જળવાય, આઇ.સી.યુ. માં લાંબા સમય સુધીની સારવાર, કોમોર્બિડીટીસ અથવા કેટલીક એન્ટીફંગલ દવાઓ અને સ્ટેરોઇડ્સના મહત્તમ ઉપયોગના કારણે મ્યુકરમાઇકોસીસ થવાની સંભાવના રહેલી છે તેવું નિષ્ણાંત તબીબોનું માનવું છે. મ્યુકરમાઇકોસીસના લક્ષણો.. તેને કેવી રીતે ઓળખીશું કોરોના થઇ ગયા બાદ બે અઠવાડિયા થી ત્રણ મહિના સુધીના સમયગાળામાં ઇમ્યુનોકોમ્પ્રોમાઇઝડ દર્દીને મ્યુકરમાઇકોસીસ થવાની સંભાવના રહેલી છે. જેના લક્ષણોમાં એક બાજુનો ચહેરો સોજી જવો,નાકના ભાગમાંથી લાલ કે કાળા રંગનું પ્રવાહી વહેવું , માથામાં સતત દુખાવો થવો, નાક બંધ થવું કે સાઇનસની તકલીફ અનુભવવી,મોઢામાં તાળવે કે નાસિકાઓમાં કાળો ગઠ્ઠો જમા થવો અને તેમાં વધારો થવો,આંખમાં દુખાવો,દ્રષ્ટિ ઓછી થવી, ખોરાક ચાવવા કે ગળવામાં તકલીફ થવી અવરોધ ઉભો થવો તાવ,કફ ,છાતીમાં દુખાવો, શ્વાસ રૂંધાવો, પેટનો દુખાવો ઉબકા આવવા કે ઉલટી થવી આંતરડામાં રક્તસ્ત્રાવ થવો , સામાન્યત: સમાવેશ થાય છે. આ પ્રકારના કોઇપણ લક્ષણોનો અનુભવ થાય ત્યારે સંલ્ગન તબીબનો સંપર્ક કરવો જોઇએ. આંખમાં ઉદ્ભવી રહેલી તકલીફ માટે ઇ.એન.ટી. સર્જન, દાંત માટે ડેન્ટીટ્સને બતાવીને તેનું નિદાન કરવું જોઇએ. પોસ્ટ કોવિડ દર્દીએ ધ્યાનમાં રાખવાની બાબતો કોરોનાથી સાજા થઇ ગયેલ દર્દીએ ત્રણ મહિના સુધી સ્વાસ્થ્ય સ્થિતિને લગતા વિવિધ રીપોર્ટસ સમયાંતરે કરાવતા રહેવું જોઇએ.કોરોનાથી સાજા થયેલ દર્દીઓએ તેમનું સુગર લેવલ ખાસ કરીને નિયંત્રણ રાખવું જરૂરી બની રહે છે જેનાથી મ્યુકર થતા મહદઅંશે બચાવી શકાય છે. ત્યારબાદ કિડની અને લિવરને લગતા વિવિધ બ્લડ રીપોર્ટસ કરાવીને તેના માપદંડો નિયંત્રણમાં છે કે નહીં તે તપાસવું જોઇએ.બ્લડ રીપોર્ટર્સમાં ક્રિએટીનીન,મેગ્નેશીયમ, પોટેશીયમ, ક્રિ-રીએક્ટીવ પ્રોટીન(CRP) ના રીપોર્ટસ કરાવીને સમયાંતરે તબીબી સલાહ મેળવવી જોઇએ. તબીબી પ્રિસ્ક્રિપશન વિના કોઇપણ પ્રકારના ડ્રગ્સ કે સ્ટેરોઇડ્સ લેવા જોઇએ નહીં. મ્યુકરનું નિદાન કઇ રીતે કરીશું ઉપર મુજબ ના કોઇપણ લક્ષણો જણાઇ આવે ત્યારે સંલ્ગન સર્જનનો સંપર્ક સાધવો જોઇએ. દર્દીની શારીરીક સ્થિતિ જોઇ સી.ટી.સ્કેન , એમ.આર.આઇ. જેવા રીપોર્ટ કરાવવામાં આવે છે. ફંગસના સેમ્પલ લઇને બાયોપ્સી માટે પણ મોકલવામાં આવે છે. આ તમામ રીપોર્ટ દ્વારા ફંગસ આંખ, મગજ તેમજ અન્ય ભાગમાં કેટલી સંવેદનશીલતા સાથે ફેલાયેલી છે તે ચકાસીને તેનું નિદાન કરવામાં આવે છે. ગેડોલેનીયમ કોન્ટ્રાસ્ટ વાળા અત્યંત આધુનિક પ્રકારના એમ.આર.આઇ. કરાવીને ફંગસની જળ સુધી પહોંચવાના પ્રયત્ન કરવામાં આવે છે. આના આધારે જ સર્જરી હાથ ધરવામાં આવે છે. આ ફંગસના કારણે કંઇ પેશીઓ, સાયનસ ફંગસથી સંકળાયેલા છે તે જોવામાં આવે છે. નાકમાંથી પ્રવાહી પડવાના કિસ્સામાં અથવા નાકના અથવા ચહેરાના ભાગમાં ફંગલ જમા થવાના કિસ્સામાં સર્જન તબીબ દ્વારા દર્દીની એન્ડોસ્કોપી કરવામાં આવે છે. એન્ડોસ્કોપી દ્વારા ફંગલ કયા પ્રકારની અને કેટલા પ્રમાણમાં છે તે જાણવામાં આવે છે. જો તબીબને એન્ડોસ્કોપીમાં સંતોષકારક પરિણામ ન મળે તો દર્દીના ફંગસનું કલ્ચર એટલે કે સેમ્પલ લઇને તેને બાયોપ્સી માટે મોકલવામાં આવે છે. જેને KOH કલ્ચર કહેવામાં આવે છે. જે મ્યુકરમાઇકોસીસમાં ફંગસનું સ્તર અને તેની ગંભીરતા તપાસવામાં ઉપયોગી બને છે. આ KOH ક્લચર...