વાંકાનેર : વાંકાનેર શહેરમાં હાલ ભારે ટ્રાફિક સમસ્યા ચાલી રહી છે. ત્યારે મુસ્લિમ આગેવાનોએ આજે મુહર્રમ તાજીયા ઝુલુસ ન યોજવાનો નિર્ણય લીધો છે. જ્યારે આવતીકાલે ઝુલુસ દર વર્ષની જેમ રાબેતા મુજબ નીકળશેઆ અંગે આગેવાનોએ જણાવ્યું છે કે રાતી દેવડી રોડ બાયપાસ પુલ પાછલા 1 વર્ષ કરતા વધુ સમયથી તૂટી ગયેલ હોઈ તમામ ટ્રાફિક વાંકાનેર શહેરમાંથી પસાર થાય છે, જેના કારણે શહેરમાં ટ્રાફિકની ભયંકર સમસ્યા ચાલી રહી છે.મુહર્રમ તાઝીયા જુલુસ દર વર્ષે આગલા દિવસે સાંજથી લઈને બીજા દિવસે રાત સુધી વાંકાનેર શહેરમાં ફરે છે.પરંતુ વાંકાનેર શહેરની ટ્રાફિક સમસ્યા બાબતે પોઝિટિવ ભાવના સાથે ગંભીર વિચારણા કરીને વાંકાનેર મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને તાઝીયા કમિટીઓના અગ્રણીઓએ સ્વેચ્છાએ સર્વાનુમતે નિર્ણય લઈને આગલા દિવસ સાંજનું જુલુસ આ વર્ષે મોકૂફ રાખેલ છે. એટલે કે વાંકાનેર શહેરમાં આજે સાંજે જુલુસ નહીં નીકળે, આવતી કાલ 10 મુહર્રમ રવિવારના રોજ તાઝીયા જુલુસ રાબેતા મુજબ નીકળશે.