રાહદારીઓ, સ્થાનિકો તેમજ દુકાનદારોને ભારે હાલાકીમોરબી : મોરબીના મુખ્ય બજાર વિસ્તારમાં આવેલા નહેરુ ગેટ પાસેની શાકમાર્કેટ વાળી શેરીમાં કીચડનું સામ્રાજ્ય છવાયું છે, જેના કારણે સ્થાનિકો અને ખરીદદારો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ખાસ કરીને હાલ તહેવારોનો માહોલ હોવાથી આ વિસ્તારમાં લોકોની અવરજવર સતત વધી છે, ત્યારે કીચડમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે.આ શેરીમાં રોજબરોજ ખરીદી માટે અસંખ્ય લોકો આવતા-જતા હોય છે. ત્યારે રાહદારીઓ, ખરીદદારો અને દુકાનદારો સૌ કોઈ આ સમસ્યાથી પરેશાન છે. કીચડના કારણે લોકોને ચાલવામાં મુશ્કેલી પડે છે. ત્યારે સંબંધિત તંત્ર તાત્કાલિક ધોરણે આ સમસ્યાનું સમાધાન લાવે તેવી લોકમાંગ ઊઠી છે.