મોરબી : મોરબીના લાતી પ્લોટ-2માં તાજેતરમાં કરવામાં આવેલા ભૂગર્ભ ગટરના કામ બાદ વરસાદ પડતા હવે કીચડનું સામ્રાજ્ય ફેલાયું છે. જેને પગલે વાહનો સ્લીપ થઈ રહ્યા છે. મોરબીના લાતી પ્લોટ -2ના વેપારીઓના જણાવ્યા મુજબ અહીં ભૂગર્ભ ગટર નાખવાની કામગીરી કરવામાં આવી હતી. ત્યારે ખાડાને યોગ્ય રીતે બુરવામાં ન આવતા રસ્તા ઉબડખાબડ થઈ ગયા હતા.ગઈકાલે મોરબીમાં જે વરસાદ પડ્યો તેના કારણે હવે અહીં કીચડ થઈ ગયું છે. અહીં વાહનો સ્લીપ થઈ રહ્યા છે. અકસ્માત સર્જાય તે પૂર્વે તંત્ર દ્વારા પગલા લેવામાં આવે તેવી માંગ છે.