મોરબી અપડેટ : બગથળા અને બરવાળા ગામ વચ્ચેના ખેતરે જવાના રસ્તાની હાલત અત્યંત બિસ્માર બની ગઈ છે. આ કાચા માર્ગ પર કાદવ અને કીચડ થઈ ગયા છે. રસ્તા પર મોટા ખાડા અને ગારો હોવાના કારણે ખેડૂતોને પોતાના ખેતરે પહોંચવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.ખેડૂતોના જણાવ્યા અનુસાર માર્ગ પરથી પસાર થવું એટલું મુશ્કેલ છે કે વાહનો પણ ફસાઈ રહ્યા છે. આ કીચડવાળા રસ્તા પર એક મોટરસાયકલ ફસાઈને પડી ગયેલી જોવા મળી હતી. સ્થાનિક લોકો રોષ વ્યક્ત કરતા જણાવી રહ્યા છે કે આ રસ્તાનું યોગ્ય સમારકામ કરવામાં આવે જેથી તેઓ સરળતાથી પોતાના ખેતર સુધી પહોંચી શકે.#Morbi #MorbiUpdate #Bagathala #Barvala #FarmersIssue #BadRoads #GujaratNews #MorbiNews