કાદવના થર અને અસામાજિક તત્વો દ્વારા કરાયેલ દબાણને લઈને કાયદાકીય રીતે ન્યાય અપાવવા રહીશોની માંગમોરબી : મોરબીમાં ચોમાસા દરમ્યાન અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાથી લોકો ત્રસ્ત છે. અનેક વખત આ અંગે રજુઆત પણ કરવામાં આવી છે. ત્યારે હવે શનાળા પાસે આવેલ મોર ભગતની વાડીમાં જવાનો રસ્તો કે જે મોટેશ્વર મહાદેવના મંદિર પાસે વાડી વિસ્તારની જગ્યા પર પાણી ભરાયું હોવાની લોક ફરિયાદ ઉઠી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, શનાળા પાસે આવેલ મોર ભગતની વાડીમાં જવાનો રસ્તો છે. જે ગોકળદાસ પ્રાગજીના જીન પાસેથી મોટેશ્વર મહાદેવના મંદિર પાસે વાડી વિસ્તારમાં જાય છે. આ જગ્યા ઉપર પાણી ભરાયેલું રહે છે. જે દરમ્યાન કાદવ થતા લોકોને આવવા જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત અસામાજિક તત્વો દ્વારા રસ્તા પર દબાણ કરવામાં આવેલ છે. ત્યારે રહીશો અને મુસાફરોની આ દુર્દશા જોઈ કાયદાકીય રીતે ન્યાય અપાવવા માંગ કરવામાં આવી છે.