સ્થાનિકોએ મહાપાલિકાને રજુઆત કરી પણ કોઈ નિરાકરણ નહિમોરબી : શનાળાના શક્તિ પ્લોટમાં ગટર ઉભરાવાના કારણે કિચડનું સામ્રાજ્ય ફેલાયું છે. ત્યારે મહાપાલિકા દ્વારા અહીં તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ ઉઠાવી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર શનાળામાં શક્તિ માતાજીના મંદિર પાછળ અત્યારે રસ્તાની હાલત બદતર બની છે. આ વિસ્તારમાં બધે નવા રોડ બન્યા છે પણ આ એક શેરી બાકાત રાખવામાં આવી છે. અગાઉ ક્લસ્ટર ઓફિસમાં ફરિયાદ કરી હતી. ઉપરાંત આજે પણ ફરી ફરિયાદ કરી છે. અહીં ગટર ઉભરાવાના કારણે રસ્તા ચાલવા યોગ્ય રહ્યા નથી. ત્યારે મહાપાલિકા તુરંત કાર્યવાહી કરે તેવી માંગ છે.