જેતપરના ખેડુતોએ 10 હજાર જેટલા ગુંદી અને ગાંઠિયાના ફૂડ પેકેટ તૈયાર કર્યા હતામોરબી અપડેટ : મોરબી કલેક્ટર કચેરીએ MRC બેઠક વેળાએ મોટી સંખ્યામાં ખેડૂતો પોતાની માંગણીઓ સાથે ઉમટી પડ્યા છે. પોતાના હક માટે કલેક્ટર કચેરીએ પહોંચેલા હજારો ખેડૂતો સાથે મહિલાઓ અને નાના બાળકો પણ સામેલ છે. બપોરના 12 વાગ્યાનો સમય થતાં ખેડૂતોએ પટાંગણમાં જ ફૂડ પેકેટ ખાવાનું શરૂ કર્યું હતું. જેતપરના ખેડૂતો દ્વારા 10 હજાર જેટલા ફૂડ પેકેટ અગાઉથી જ તૈયાર કરવામાં આવ્યા હતા, જેમાં ગુંદી અને ગાંઠિયાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આકરા તડકામાં પણ ખેડૂતો કલેક્ટર કચેરીના મેદાનમાં જમીન પર બેસીને ભોજન લઈ રહ્યા છે. એક વૃદ્ધ ખેડૂતે પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે લોકો અત્યારે ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે અને પોતાની સાથે જે કંઈ લાવ્યા છે તેનાથી જ ચલાવી રહ્યા છે.ખેડૂતોનો આક્ષેપ છે કે સરકાર અને કંપનીઓ તેમની માંગણીઓ પ્રત્યે જરા પણ સંવેદના દાખવતી નથી. તેઓએ અગાઉ લેખિતમાં આવેદનપત્રો આપ્યા હોવા છતાં આજ દિન સુધી તેમની એક પણ માંગ પૂરી કરવામાં આવી નથી. તંત્ર તરફથી કોઈ જ સંતોષકારક જવાબ મળતો નથી. ખેડૂતોએ મક્કમ નિર્ધાર કર્યો છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ પૂરી નહીં થાય, ત્યાં સુધી તેઓ સાંજ સુધી અને જરૂર પડે તો ભૂખ્યા પેટે પણ કલેક્ટર કચેરીએ જ પોતાનો વિરોધ ચાલુ રાખશે.#MorbiUpdate #MorbiNews #Morbi #FarmersProtest #MorbiCollectorOffice #GujaratFarmers #JetparFarmers