તા.15 જૂનને બદલે 18 જૂનના રોજ યોજાશે : રાજકોટ તેમજ મોરબી જિલ્લાના કિશોર વયથી વયોવૃદ્ધ યોગ સાધકો 17 જૂન સુધી ફોર્મ ભરી શકશે મોરબી : વાવાઝોડા બીપરજોયને કારણે રાજકોટ ખાતે તા.15ના રોજ યોજાનાર યોગ સ્પર્ધા પાછી ઠેલવામાં આવી છે. હવે આ સ્પર્ધા આગામી તા.18 જૂને યોજાશે અને તા.17 સુધી સ્પર્ધકો સ્પર્ધા માટે ફોર્મ ભરી શકશે. પ્રાપ્ત વિગતો મુજન રાજકોટ ખાતે સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, રાજકોટ દ્વારા તા. 15 જૂનના સાંસદ યોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ બિપરજોય વાવાઝોડાની સંભાવનાને પગલે તા. 18 જૂનના રાજકોટ ખાતે સાંસદ યોગ સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે રાજકોટ તેમજ મોરબી જિલ્લાના કિશોર વયથી વયોવૃદ્ધ યોગ સાધકો તા 17 જૂનના સાંજના 5 વાગ્યા સુધી જિલ્લા રમત વિકાસ અધિકારી કચેરી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, 7/3, બહુમાળી ભવન, રેસકોર્ષ, રાજકોટ ખાતે ફોર્મ ભરી જમા કરાવવાના રહેશે. આ યોગ સ્પર્ધામાં ગૃપ 'એ'માં 9 થી 19 વર્ષ, ગૃપ 'બી'માં 20 થી 35 વર્ષ, ગૃપ 'સી'માં 36 થી 60 વર્ષ તેમજ ગૃપ 'ડી'માં 60 વર્ષથી વધુ વયના લોકો ભાગ લઈ શકશે. આ સ્પર્ધામાં ભાગ લેનારને નિયત કરેલા આસનો રજૂ કરવાના રહેશે. શેડ્યુઅલ 'એ' થી શેડ્યુઅલ 'ઈ' પ્રમાણે કુલ 60 ગુણની સ્પર્ધા રહેશે. આ સ્પર્ધા અંગેની વધુ માહિતી માટે જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરીના મો. નં. 9276306334, નયનભાઈ સોલંકી મો. નં. 6351826432, સોહમ સિંહ રાયઝાદા મો. નં. 9510000086 પર સંપર્ક કરવાનો રહેશે તેમ જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા જણાવવામાં આવ્યું છે.