ભારતીય કિસાન સંઘની રજૂઆત બાદ સાંસદ પરશોત્તમ રૂપાલાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યોમોરબી : મોરબી જિલ્લાના જેતપર ગામે ખેતરોમાં વીજ કંપની દ્વારા ખેડૂતોને વિશ્વાસમાં લીધા વિના જ મનસ્વી રીતે વીજ પોલ ઊભા કરવાની નીતિ સામે સ્થાનિક ખેડૂતો દ્વારા બિન-રાજકીય ઉપવાસ આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. આ મામલે રાજકોટ લોકસભા બેઠકના સાંસદ પરશોત્તમ રૂપાલાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં પત્ર પાઠવીને જેતપર-છાવણીમાં ઉપવાસ પર બેઠેલા ખેડૂતોને યોગ્ય ન્યાય આપવા માટે નિયમોનુસાર ઘટતું કરવાની ભલામણ કરી છે.ભારતીય કિસાન સંઘ મોરબી જિલ્લા દ્વારા ગત 26-06-2026 ના રોજ મુખ્યમંત્રીને સંબોધીને એક પત્ર લખવામાં આવ્યો હતો. કિસાન સંઘે આક્ષેપ કર્યો હતો કે વીજ કંપનીના અધિકારીઓ ખેડૂતોને વિશ્વાસમાં લીધા વિના, મનસ્વી રીતે ખેતરોની વચ્ચે વીજ પોલ ઊભા કરીને કિંમતી જમીન બગાડી રહ્યા છે અને ઊભા પાકને મોટું નુકસાન પહોંચાડી રહ્યા છે. આ ઉપરાંત સરકારી તંત્ર દ્વારા મહિલાઓ પર કરવામાં આવેલા અત્યાચારનો પણ સંગઠન દ્વારા સખત શબ્દોમાં વિરોધ કરાયો હતો.આ સમગ્ર મામલે સાંસદ પરશોત્તમ રૂપાલાએ તારીખ 29-06-2026 ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર પાઠવ્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, ભારતીય કિસાન સંઘ મોરબી જિલ્લા દ્વારા જેતપર-છાવણીમાં ઉપવાસ પર બેઠેલા ખેડૂતોને યોગ્ય ન્યાય આપવા બાબતની રજૂઆત તેમને મળી છે. આ રજૂઆત પત્ર સાથે સામેલ રાખીને તેને ધ્યાને લઈ નિયમોનુસાર ઘટતું કરવા માટે તેમણે મુખ્યમંત્રીને ભલામણ કરી છે.ભારતીય કિસાન સંઘે માંગ કરી હતી કે વીજ કંપનીના અધિકારીઓની મનસ્વી અને ખેડૂત વિરોધી નીતિઓ પર તુરંત લગામ કસવામાં આવે. સરકાર આ બાબતમાં તુરંત હસ્તક્ષેપ કરે અને ઉચ્ચ અધિકારીઓને સ્થળ પર મોકલી વહેલી તકે આ પ્રશ્નનો સુખદ અને ન્યાયિક ઉકેલ લાવે, જેને હવે સાંસદ પરશોત્તમ રૂપાલાની ભલામણ મળતા આ આંદોલન વધુ વેગવંતું બન્યું છે.#Morbi #MorbiNews #MorbiUpdate #Jetpar #FarmersProtest #ParshottamRupala #BhupendraPatel #KisanSangh #Gujarat