મોરબીના સતવારા સમાજના તમામ આગેવાનો સાથે ગજેન્દ્રવિલા પેલેસ ખાતે બેઠક યોજાઈ મોરબી : મોરબીના ગજેન્દ્રવિલા પેલેસ ખાતે ગઈકાલે સતવારા સમાજના આગેવાનો સાથે સાંસદ મોહનભાઇ કુંડારીયા અને સહકારી ક્ષેત્રના અગ્રણી મગનભાઈ વડાવીયા સાથે મહત્વની બેઠક યોજાઈ હતી જેમાં મોરબીમાં વસવાટ કરતા સતવારા સમાજના પ્રાથમિક સુવિધાના પ્રશ્નો નિવારવા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સતવારા સમાજના અગ્રણી ગણેશભાઇ ડાભીના ગજેન્દ્ર વિલા પેલેસ ખાતે પૂર્વ કેન્દ્રીયમંત્રી અને હાલ રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયા અને સહકારી ક્ષેત્રના અગ્રણી મગનભાઈ વડાવીયા સાથે મહત્વની બેઠક યોજાઈ હતી જેમાં સતવારા સમાજના આગેવાન અને ઉદ્યોગપતિ ગણેશભાઇ ડાભી, જિલ્લા ભાજપ કોષાધ્યક્ષ ધર્મેન્દ્રભાઈ કંઝારિયા, મોરબી જિલ્લા મંત્રી ભાવીનીબેન ડાભી, મોરબી શહેર મહામંત્રી ભાવેશભાઈ કંઝારિયા, મોરબી જિલ્લા કિસાન મોરચા કોષાધ્યક્ષ કે કે પરમાર, જીલ્લા મંત્રી વસંતલાલ કંઝારિયા, મોરબી મહિલા મોરચાના પ્રમુખ નિર્મળાબેન હડિયલ, ક્રિષ્નાબેન પરમાર, હેતલબેન પરમાર,મોરબી નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન કે પરમાર, મોરબી કિસાન મોરચાના પ્રમુખ નટવરલાલ કંઝારિયા, નગરપાલિકાના ચેરમેન માવજીભાઈ કંઝારિયા સાથે આંગણવાડી, શાળા, આરોગ્ય કેન્દ્ર અને કાચા રોડ રસ્તા તેમજ કેનાલ ઉપરના રોડ વગેરે મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ તકે સતવારા સમાજના અગ્રણી હર્ષદભાઈ કંઝારિયા, ચુનીલાલ પરમાર, નરેન્દ્રભાઈ પરમાર, નગરપાલિકાના સદસ્ય ભગવાનજીભાઈ કંઝારિયા, અવચરભાઈ જાદવ, લાલજીભાઈ પરમાર, અલ્પાબેન રોહિતભાઈ કંઝારિયા, મોરભાઈ કંઝારીયા, જશવંતીબેન સોનગ્રા, પૂર્વ કોર્પોરેટર પ્રભુભાઈ ડાભી, ખીમજીભાઈ કંઝારિયા, રાજુભાઈ પરમાર, વોર્ડ નંબર 11ના પ્રમુખ રોહિતભાઈ કંઝારિયા, વિવિધ સંગઠનના હોદ્દેદારો,મહિલા મોરચાના વિવિધ હોદ્દેદારો સામાજિક આગેવાનો ગોવિંદભાઈ, મનસુખભાઇ પરમાર, રાજેશભાઈ, ભુરાભાઈ, અરવિંદભાઈ, વગેરેની હાજરીમાં સતવારા સમાજના વિવિધ પ્રશ્નોની તથા નગરપાલિકાના હદ વિસ્તારના પ્રશ્નોની રજૂઆતો સાંસદ મોહનભાઈ કુંડારિયા દ્વારા સાંભળવામાં આવેલ અને તમામ પ્રશ્નોની નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી.