મોરબી : આજ રોજ 13 જાન્યુઆરીએ કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા, મોરબી-માળિયા વિધાનસભાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, ભાજપ જિલ્લા પ્રમુખ રણછોડભાઈ દલવાડી તથા ભાજપ સંગઠનના જિલ્લાના પદ અધિકારીઓએ મોરબીમાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મધ્યસ્થ કાર્યાલયની મુલાકાત લીધી હતી.તમામે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મધ્યસ્થ કાર્યાલય ખાતે અક્ષત કળશનુ પુજન કર્યું હતું અને અક્ષત અભિયાન અંતર્ગત માહિતી મેળવીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.