સોસાયટીના રહીશોએ કલેકટરને આવેદનપત્ર આપી દબાણ હટાવવાની માંગ કરી મોરબી : મોરબીના સામાકાંઠ વિસ્તારમાં આવેલ સોસાયટીના મુખ્ય માર્ગ ઉપર દબાણો ખડકાયેલા હોય અને અવારા તત્વોનો અડ્ડો જામતો હોવાથી બહેનો દીકરીઓને ત્યાંથી નીકળવું મુશ્કેલ બની જાય છે. આથી આવરા તત્વોનો ત્રાસ દૂર કરવા અને આ દબાણો દૂર કરવાની માંગ સાથે સ્થાનિકોએ કલેકટર આવેદનપત્ર આપ્યું છે અને તેમની સોસાયટીના માર્ગ પર દબાણો દૂર ન થાય તો આંદોલન કરવાની ચીમકી આપી છે. મોરબીના સામાકાંઠ વિસ્તારમાં આવેલ વિધુતનગર સોસાયટીના રહીશોએ આજે કલેકટરને આવેદનપત્ર આપીને જણાવ્યું હતું કે તેમની સોસાયટીનું હલણ સર્કિટ હાઉસ સામે મહેન્દ્રનગર રોડ સર્વિસ રોડ પરથી નીકળે છે. જ્યાં અમુક સ્થાનિક શખ્સોએ ગેરકાયદે કાચા પાકા દબાણો કરી દુકાનો અને મકાનો બનાવી ભાડે આપીને ભાડું ઉઘરાવે છે. તેમજ ત્યાં આવારા તત્વોનો અડ્ડો જામે છે. અને દેશી દારૂના અડ્ડા પણ ચાલતા હોય આવારા તત્વોના ત્રાસથી બહેનો અને દીકરીઓને ત્યાંથી નીકળવું મુશ્કેલ બને છે. આથી અહીં આવારા તત્વોનો ત્રાસ દૂર કરી ગેરકાયદે દબાણો હટાવવાની માંગ કરી છે અન્યથા આંદોલન કરવાની ચીમકી આપી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..