તંત્રના ભેદી મૌન વચ્ચે હાઇવે ઉપર ભારે વાહનો દ્વારા માટી ઢગલા ખડકી દેવાની મનમાની યથાવત મોરબી : મોરબી નજીક નેશનલ હાઇવે કે અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગો ઉપર ઘણા સમયથી ભારે વાહનો માટી સહિતના રોમટીરીયલનો ઢગલો કરી દેતા હોવાની ગંભીર સમસ્યા વારંવાર પ્રકાશમાં આવે છે. ત્યારે આ બાબતે તંત્રના ભેદી મૌન વચ્ચે હાઇવે ઉપર ભારે વાહનો દ્વારા માટી ઢગલા ખડકી દેવાની મનમાની યથાવત રહી છે અને મોરબીના મહેન્દ્રનગર ચોકડી પાસે રોડ ઉપર માટીના ઢગલા ખડકી દેવામાં આવ્યા છે. મોરબી નજીક નેશનલ હાઇવે કે અન્ય મુખ્યમાર્ગો ઉપર ઘણા સમયથી ભારે વાહનોની મનમાનીથી નાના વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. જેમાં ભારે વાહનો પોતાના ઓવરલોડ ભરેલા ટ્રક કે ડમ્પરમાંથી માટી સહિતનો માલ સમાનનો ઢગલો રોડ ઉપર ઠાલવી દે છે. આ ઘણા સમયથી સળગતો પ્રશ્ન છે. અવારનવાર કોઈને કોઈ ગ્રામ્ય વિસ્તારને જોડતા નેશનલ હાઇવે કે અન્ય માર્ગો ઉપર ભારે વાહનો માલ સમાન ઠાલવી દેતા હોવાની ઘોર બેદરકારી સમાન ઘટના સામે આવે છે. તેમ છતાં તંત્ર કોઈ કાર્યવાહી ન કરતા ભારે વાહનોની મનમાની યથાવત રહી છે. મોરબીના મહેન્દ્ર નગર ચોકડીથી પીપળી રોડની વચ્ચે મજા આવે એમ જ્યાં ત્યાં માટીના ઢગલા ખડકી દેવામાં આવે છે. ઓવરલોડ ડમ્પર ઉપર કાઈ પણ ઢાંકવામાં આવતું નથી. જેથી માલ સમાન સતત ઉડતો હોવાથી બાઈક ચાલકોને આ રસ્તે પસાર થવું મુશ્કેલ બની ગયું છે. ધૂળ ડમરી રોજ ઉડતી હોય છે. આ બાબતે સબીધિત તંત્ર જરાય ધ્યાન ન આપતા ભારે વાહન ચાલકો બેફામ બન્યા છે. તેથી તંત્ર આવા ભારે વાહનો સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..