કાલે સોમવારથી લાગુ થશે નવો ભાવ, હવે 85.01 રૂપિયાના બદલે 88.76 રૂપિયા ચૂકવવા પડશેમોરબી અપડેટ : મોંઘવારીનો માર સહન કરી રહેલી સામાન્ય જનતા અને ખાસ કરીને વાહનચાલકો પર વધુ એક આર્થિક બોજ પડ્યો છે. ગુજરાત એનર્જી લિમિટેડ દ્વારા સીએનજી ગેસના ભાવમાં સીધો વધારો ઝીંકવામાં આવ્યો છે.અગાઉ ગુજરાત ગેસનો સીએનજીનો ભાવ 85.01 રૂપિયા પ્રતિ કિલો હતો. જેમાં કંપની દ્વારા નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. કંપની દ્વારા કરાયેલા વધારા બાદ ગુજરાતમાં સીએનજીનો નવો રીટેલ સેલિંગ ભાવ 88.76 રૂપિયા પ્રતિ કિલો રહેશે.કંપનીની સત્તાવાર જાહેરાત મુજબ આ નવો ભાવ 17 ઓગસ્ટ ને સોમવારની મધ્યરાત્રી (00:00 કલાક) થી જ લાગુ થઈ જશે. સીએનજી ગેસના ભાવમાં આશરે 3.75 રૂપિયા જેટલો મોટો વધારો થતાં રિક્ષા ચાલકો, ટ્રાન્સપોર્ટરો અને સીએનજી કાર ચલાવતા હજારો વાહનચાલકોના ખિસ્સા પર સીધી અસર પડશે.અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રના પાલઘર જિલ્લા (નવો ભાવ 85.75 રૂપિયા) અને રાજસ્થાન (નવો ભાવ 88.94 રૂપિયા) વિસ્તાર માટે પણ નવા ભાવો જાહેર કરવામાં આવ્યા છે.#MorbiUpdate #Morbi #CNG #GujaratGas #CNGPriceHike #GujaratEnergyLimited #PriceRise #NewsUpdate #MorbiNews