મોરબી: મોરબીના રફાળેશ્વર ચોકડી પાસે નેશનલ હાઈવેના સર્વિસ રોડ પર વરસાદી પાણી ભરાયા છે. ભારે વરસાદના કારણે પાણી ભરાવાથી વાહનચાલકોને જોખમી રીતે પસાર થવું પડી રહ્યું છે, તેથી વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ અકસ્માત સર્જાવાની કે વાહનો બંધ પડી જવાની ભીતિ સેવાઈ રહી છે. વહેલી તકે આ વિસ્તારમાંથી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે.#Morbi #RafaleshwarChowkdi #NationalHighway #MorbiNews #MonsoonUpdate #WaterLogging #TrafficJam #GujaratRain #MorbiUpdates