મોરબી : મોરબીમાં જિલ્લા સેવા સદન એટલે કે શોભેશ્વર રોડ ઉપર હર્ષદ પાન સામે કોઈ વાહનમાંથી કપચી ઢોળાઈને રોડ ઉપર ફેલાઈ ગઈ છે. જેના કારણે અહીંથી પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે. ઉપરાંત આ કપચી અમુક વાહનોના વ્હીલમાં આવીને ગોળીની જેમ છૂટે છે. ત્યારે તંત્ર દ્વારા આ કપચી હટાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.