ટ્રાફિક પોલીસ મોડા આવતા હોવાનો લોકોનો આરોપમોરબી : મોરબી શહેરમાં ટ્રાફિકની સમસ્યા હવે લોકો માટે માથાનો દુઃખાવો બની ગઈ છે. દરરોજ ટ્રાફિકજામની સમસ્યા સામે લોકોને ઝઝુમવું પડી રહ્યું છે. ત્યારે આજે 20 જાન્યુઆરીના રોજ સવાર સવારમાં જ ઉમિયા સર્કલ ખાતે ટ્રાફિકજામ સર્જાયો હતો. સવારમાં રોજગાર અને ધંધાર્થે જઈ રહેલા લોકોને સવારમાં જ ટ્રાફિકનો સામનો કરવો પડ્યો હતો.દરરોજના ટ્રાફિકજામથી કંટાળી ગયેલા લોકો તંત્ર પર ગુસ્સો ઠાલવી રહ્યા છે. લોકો જણાવી રહ્યા છે કે, ઉમિયા સર્કલ ખાતે સવારમાં જ ટ્રાફિકજામ થયો હતો. આ સ્થિતિ દરરોજ નિર્માણ થાય છે. તેમ છતાં કોઈ ટ્રાફિક જવાન સ્થળ પર હાજર નથી હોતા. ટ્રાફિક જવાનો ફરજ પર મોડા આવતા હોવાનો આરોપ પણ લોકોએ લગાવ્યો હતો.