મોરબી : મોરબીના સામાકાંઠે કડિયા શોપિંગની સામે મહેન્દ્રનગર તરફ જતા મેઈન રોડ છે ત્યાં ઘણા સમયથી સર્વિસ રોડનું કામ ચાલી રહ્યું છે. જેના કારણે દરરોજ વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. લાંબા સમયથી આ સર્વિસ રોડનું કામ ચાલતું હોય ખાડામાં વરસાદી પાણી ભરાય જાય છે. જેથી અકસ્માત થવાનો ભય ઉભો થયો છે. કામ ચાલતુ હોવાના કારણે અવાર નવાર ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાય છે. તેથી વાહનચાલકો અને રાહદારીઓ માગ કરી રહ્યા છે કે તાત્કાલિક આ રોડનું કામ પૂર્ણ કરવામાં આવે અને રસ્તો યોગ્ય કરવામાં આવે.