ભંગારના કારણે અવારનવાર ટ્રાફિક સર્જાતા વાહનચાલકો પરેશાન મોરબીના લીલાપર રોડ પર આવેલા વિદ્યુત સ્મશાન ગૃહથી લઈને લીલાપર રોડ પર આવેલી પાંજરાપોળ સુધી રસ્તા પરના ગેરકાયદે ભંગારના ઢગલા કરી દેવામાં આવ્યા છે. ભંગારના વેપારીઓ દ્વારા રસ્તા પર બંને બાજુ ભંગારના ઢગલા કરી દેવાતા રોડ સાંકડો થઈ ગયો છે. જેના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.રસ્તા પર રહેલા ભંગારના કારણે અવારનાવાર રોડ પર ટ્રાફિકજામના દ્રશ્ય પણ જોવા મળે છે. આજે વાહનચાલકો દ્વારા વેપારીઓને આ ભંગાર હટાવી લેવાનું કહેતા વેપારીઓ અને વાહન ચાલકો વચ્ચે બોલાચાલી થઈ હતી. તેથી વાહન ચાલકોની માગ છે કે, રસ્તાની બંને બાજુ રહેલો નડતરરૂપ આ ભંગાર હટાવી લેવામાં આવે અને રોડ ખુલ્લો કરવામાં આવે.