ઓવર બ્રિજ ન બને ત્યાં સુધી રોડને પહોળો કરવાની માંગ ઉઠાવતા અગ્રણી સિરામિક ઉદ્યોગપતિ નિલેશ જેતપરિયામોરબી : મોરબીમાં રફાળેશ્વર ફાટકે દરરોજ ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ છે જેને પરિણામે ત્યાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અહીં ઓવરબ્રિજની તાતી જરૂરિયાત હોય તંત્ર દ્વારા આ અંગે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. મોરબી સિરામિક એસો.ના પૂર્વ પ્રમુખ અને કેપેક્સિલના સિરામિક પેનલના વાઇસ ચેરમેન નિલેશભાઈ જેતપરિયાએ આ અંગે જણાવ્યુ કે મોરબીના સિરામિક ઉદ્યોગ તેમજ અન્ય ઉદ્યોગમાં મુખ્યત્વે ત્રણ કલ્સ્ટરનુ ડેવલપમેન્ટ વધારે થઇ રહ્યુ છે. જેમા પીપળી રોડ તેમજ માળીયા હાઇવે અને માંડલ- હળવદ રોડ. માળીયા બાયપાસ ઓવરબ્રિજ બની જતા ત્યા રાહત થઇ છે. નટરાજ ફાટક પાસે પણ ઓવરબ્રિજનુ કામ ચાલુ છે. જે ટુંક સમયમા પુર્ણ થતા તેમા પણ રાહત થશે. પરંતુ માટેલ રોડ, સરતાનપર રોડ અને રફાળેશ્વર જીઆઈડીસીનુ કામ ચાલુ છે. ત્યા જવા માટે રફાળેશ્વર રેલ્વે ફાટક ઉપર દરરોજ ટ્રાફીકની સમસ્યા સર્જાય છે. ત્યારે આવનાર સમયમા આ ટ્રાફિક માથાનો દુખાવો સાબિત થશે. ત્યારે રફાળેશ્વર ફાટક ઉપર ઓવરબ્રિજ કરવાની તાતી જરૂરીયાત છે. જયા સુધી ઓવરબ્રિજ ન થાય ત્યા સુધી તાત્કાલિક આ ફાટકને પહોળી કરવી જરૂરી છે. જેથી કરીને ઉદ્યોગકારો, કર્મચારીઓ સમયસર ધંધા રોજગાર માટે પહોચી શકે.