વાંકાનેર : વાંકાનેરથી થાન જવા માટેનો રસ્તો અતિ બિસ્માર હાલતમાં હોય વાહનચાલકો માટે આ રસ્તો માથાનો દુઃખાવો બની ગયો છે. એક જાગૃત વાહનચાલકો વીડિયો બનાવીને જણાવ્યું છે કે, વાંકાનેરથી થાન સુધીનો રોડ એટલી ખરાબ હાલતમાં છે કે, કારને 30 કિલોમીટરનું અંતર કાપતા 1 કલાક ને 20 મિનિટ જેટલો સમય લાગી જાય છે. જેના કારણે લોકોના પૈસા અને સમય બન્નેનો વ્યય થઈ રહ્યો છે.આ તરફ વાંકાનેરથી લુણસર થઈને થાન જવામાં પણ લગભગ 2 કલાક જેટલો સમય લાગે છે. રોડમાં એટલા મોટા ખાટા પડી ગયા છે કે, જાણે રસ્તો જ ખાડામાં બન્યો હોય તેવું લાગી રહ્યું છે. તંત્ર દ્વારા આ રોડનું સમારકામ કે નવો બનાવવા માટે કોઈપણ પ્રકારની તસ્દી લેવામાં આવતી નથી. ત્યારે વાહનચાલકોની માગ છે કે તાત્કાલિક ધોરણે આ રસ્તો નવો બનાવવામાં આવે.