ટ્રકને ઓવરટેક કરવા જતાં સામેથી આવતા ટ્રક સાથે બાઈક ભટકાયું: પાછળ બેઠેલા મૃતકના ભાઈને પણ ગંભીર ઈજા ટંકારા (મોરબી અપડેટ): ટંકારા-લતીપર રોડ પર કલ્યાણપર ગામના પાટીયા નજીક ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાઈક ચાલક યુવાનનું મોત નીપજ્યું હતું, જ્યારે તેની પાછળ બેઠેલા તેના જ ભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ મામલે ટંકારા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત માહિતી મુજબ, ગત 16 સપ્ટેમ્બરના રોજ કુંવરીયા ભદુભાઈ કિરાડીયા (ઉ.વ. 26) અને તેનો ભાઈ સુંદરીયા કિરાડીયા હિરો આઈ-સ્માર્ટ બાઈક (GJ-36-A-6355) લઈને ભડીયાદથી અલીયાબાળા જઈ રહ્યા હતા. આ દરમિયાન ટંકારા-લતીપર રોડ પર કલ્યાણપર ગામના પાટીયાથી આગળ ટ્રકને ઓવરટેક કરવા જતાં સામેથી આવતા અન્ય એક ટ્રક (GJ-03-BW-8422) સાથે બાઈક ભટકાયું હતું. આ અકસ્માતમાં બાઈક સવાર બંને ભાઈઓને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા પ્રથમ મોરબી અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. રાજકોટ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાઈક ચાલક કુંવરીયાનું મોત નીપજ્યું હતું, જ્યારે સુંદરીયા હાલ સારવાર હેઠળ છે. આ મામલે પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. #Morbi #MorbiUpdate #MorbiNews #Tankara #Accident #TankaraPolice #CrimeNews #FatalAccident