હેન્ડલ લોક કર્યા વગર પાર્ક કરેલું બાઈક તસ્કરો હંકારી ગયા, બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈમોરબી અપડેટ : મોરબીમાં વાહન ચોરીના બનાવો નોંધાઈ રહ્યા છે, ત્યારે તાજેતરમાં મોરબીના સમર્પણ હોસ્પિટલ સામે આવેલ રોમર એસ્ટેટમાંથી એક હોન્ડા શાઈન બાઈકની ચોરી થયાની ફરિયાદ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.મળતી માહિતી મુજબ, દેવજીભાઈ અમરશીભાઈ જેઠલોજા (ઉ.વ. 60, રહે. આલાપ પાર્ક સોસાયટી, બ્લોક નં. 212, રવાપર રોડ, મોરબી-2) એ પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેઓએ ગત તારીખ 28/08/2026 ના રોજ સવારના 08:30 વાગ્યાની આસપાસ તેઓ તેમના ભત્રીજા પ્રદીપભાઈ નરભેરામભાઈ જેઠલોજાની માલિકીનું હોન્ડા શાઈન બાઈક (રજીસ્ટ્રેશન નંબર GJ-03-FR-9809) લઈને પોતાના ગોડાઉને ગયા હતા. સમર્પણ હોસ્પિટલ સામે રોમર એસ્ટેટમાં આવેલ પ્રમુખ સ્ટીલ નામના તેમના ગોડાઉન પાસે તેમણે આ બાઈક હેન્ડલ લોક કર્યા વગર પાર્ક કર્યું હતું અને તેઓ પોતાના કામમાં રોકાયેલા હતા.બપોરે 12:00 વાગ્યે જ્યારે તેઓ જમવા જવા માટે ગોડાઉનની બહાર આવ્યા ત્યારે પાર્ક કરેલી જગ્યાએ બાઈક જોવા મળ્યું ન હતું. આજુબાજુમાં શોધખોળ કરવા છતાં બાઈક ક્યાંય મળી આવ્યું ન હતું. આ ચોરાયેલા બાઈકની કિંમત 30000 રૂપિયા આંકવામાં આવી છે. સાતમ-આઠમના તહેવારોને કારણે તેઓ પરિવાર સાથે બહારગામ ગયા હોવાથી અને પોતાની રીતે શોધખોળ કરવાને કારણે પોલીસમાં ફરિયાદ કરવામાં વિલંબ થયો હતો. હાલમાં આ મામલે દેવજીભાઈએ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ બી.એન.એસ કલમ 303(2) મુજબ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને પીએસઆઈ મોહિત રમેશભાઈ સિંધવ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.#Morbi #MorbiNews #MorbiUpdate #BikeTheft #MorbiPolice #CrimeNews #MorbiCityBDivision