એક મહિના બાદ પોલીસ ચોપડે નોંધ થતા બાઇક ચોર હાથવેંતમાં હોવાનું અનુમાનટંકારા (મોરબી અપડેટ): ટંકારાના અમરાપર રોડ પર ફુલવાડી વિસ્તારમાં ઘર પાસે પાર્ક કરેલું સ્પ્લેન્ડર બાઈક એક મહિના પહેલા ચોરાઈ ગયું હતું. જેની પોલીસે આજે ફરિયાદ નોંધતા બાઇક ચોર હાથવેંતમાં હોવાનું અનુમાન લગાવાય રહ્યું છે. મળતી માહિતી મુજબ, ટંકારાના ઉગમણા નાકા, નદીના સામા કાંઠે અમરાપર રોડ પર ફુલવાડી વિસ્તારમાં રહેતા અને પ્રજાપતિ ક્લે આર્ટમાં સુપરવાઈઝર તરીકે કામ કરતા સુનિલ રમેશભાઈ દંતેસરીયા (ઉ.વ. 24) પરિવાર સાથે ગત ગ.25 ઓગસ્ટના રોજ જડેશ્વરના મેળામાં ગયા હતા. રાત્રે આશરે 12:30 વાગ્યે મેળામાંથી પરત ફરીને તેમણે પોતાનું હીરો સ્પ્લેન્ડર પ્લસ બાઈક (રજી. નંબર GJ-36-AD-2597) ઘરની સામે પાર્ક કર્યું હતું. ત્યારબાદ રાત્રે સવા બે (2:15) વાગ્યે તેમના કૌટુંબિક ભાઈએ ફોન કરી ઘર પાસે બાઈક ન હોવાની જાણ કરતા તેઓએ જાગીને આસપાસ શોધખોળ કરી હતી, પરંતુ બાઈક ક્યાંય મળ્યું ન હતું. આશરે 15,000 રૂપિયાની કિંમતનું આ બાઈક ચોરી થયાની પોલીસે ફરિયાદ નોંધી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #Tankara #BikeTheft #CrimeNews #TankaraPolice #GujaratPolice