મોરબી : મોરબીમાં વાહન ચોર ગેંગ તરખાટ મચાવી રહી છે ત્યારે ગત તા.20 જાન્યુઆરીના રોજ લાલપર અજંતા એપાર્ટમેન્ટમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની પપ્પુભાઈ કૈલાશભાઈ સાહુની માલિકીની રૂપિયા 60 હજારની કિંમતનું ટીવીએસ રેડીઓન મોટર સાયકલ નગર દરવાજા ચોકના પાર્કિંગમાંથી અજાણ્યા તસ્કર ચોરી જતા ગઈકાલે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા તસ્કર વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.