મોરબી : વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને યુ. એન. મહેતા આર્ટસ કોલેજ મોરબીના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા સપ્તાહ અંતર્ગત માતૃભાષા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.20 ફેબ્રુઆરીના રોજ સવારે 9:30 કલાકે મોરબીના ભડીયાદ રોડ પર આવેલી યુ.એન. મહેતા આર્ટસ કોલેજના સેમિનાર હોલ ખાતે કવિ સંમેલન યોજાશે. જેમાં ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના અધ્યક્ષ ડો. ભાગ્યેશ જ્હા ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત વક્તા તરીકે વિશાલ પારેખ, શૈલેષકુમાર કાલરીયા અને રેખા શાહ હાજરી આપશે. કાર્યક્રમના સંચાલક તરીકે ડો. કવિતાબા ઝાલા અને સંયોજક તરીકે પ્રો. રામભાઈ વારોતરીયા હાજરી આપશે. તો આ કાર્યક્રમમાં પધારવા યુ. એન. મહેતા આર્ટસ કોલેજના પ્રિન્સિપાલ કે.આર. દંગી અને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના મહામાત્ર ડો. જયેન્દ્રસિંહ જાદવ દ્વારા આમંત્રણ પાઠવાયું છે.