ટંકારા : ટંકારાના મુમનાવાસમાં રહેણાંકમાં પોલીસે દરોડો પાડી વિદેશી દારૂની અલગ -અલગ બ્રાન્ડની સાત બોટલ સાથે માતાપુત્રને ઝડપી લઈ દારૂની બોટલ વેચાણ માટે આપી જનાર મોટા પુત્રને ફરાર દર્શાવી ત્રણેય વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુન્હો નોંધ્યો હતો.જાણવા મળતી વિગતો મુજબ ટંકારાના મુમનાવાસમાં રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવી ચોરીછૂપીથી વિદેશી દારૂનું વેચાણ થઇ રહ્યું હોવાની બાતમીને આધારે ટંકારા પોલીસે આરોપી સમીરભાઇ અજીતભાઇ સાંજી અને રૂકશાનાબેન અજીતભાઇ સાંજીના ઘરમાં દરોડો પાડતા ઘરમાંથી રોયલ સ્ટગ વ્હીસ્કીની 4 બોટલ અને પાર્ટી સ્પેશ્યલ વ્હીસ્કીની 3 બોટલ કિંમત રૂપિયા 2500 મળી આવી હતી. વધુમાં દારૂની આ બોટલ આરોપી વસીમભાઇ અજીતભાઇ સાંજી આપી ગયો હોવાનું આરોપીઓએ કબુલતા ત્રણેય વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુન્હો નોંધી ટંકારા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.