મોરબી : મોરબીના રંગપર ગામની સીમમાં આવેલ સિમેન્ટના ગળદા બનાવવાના પ્લાન્ટમાં કામ કરતી પરિણીતા અને તેણીનો બે વર્ષનો પુત્ર આકસ્મિક રીતે દાઝી જતા સારવાર માટે દાહોદની હોસ્પિટલમાં ખસેડવામાં આવતા આ મામલે દાહોદ પોલીસે મોરબી પોલીસને જાણવા જોગ નોંધ મોકલી છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રંગપર ગામની સીમમાં ગાયત્રી ગળદા પ્લાન્ટમાં ગત તા.31 જુલાઈના રોજ કામ કરતી વેળાએ ભુરીબેન અરવિંદભાઇ ગણાવા ઉ.22 અને તેમનો પુત્ર વિશાલ અરવિંદભાઇ ગણાવા ઉ.2 દાઝી જતા પ્રથમ મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ બાદ જામનગર ખાતે સારવાર લીધી હતી. જે બાદ બન્નેને દાહોદની હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડતા દાહોદ પોલીસે આ મામલે મોરબી તાલુકા પોલીસને જાણવા જોગ નોંધ મોકલતા પોલીસે તપાસ શરૂ કરી છે.