શાળામાં બાળકોને રજા આપી દેવાઈ તો પણ સમગ્ર સ્ટાફને હાજર રહેવા ડીઈઓએ ફરમાન કર્યું મોરબી : મોરબી જિલ્લામાં ત્રણ દિવસથી એકધારો વરસાદ પડી રહ્યો છે.જેના પગલે શાળાઓના શિક્ષણ કાર્ય પર માઠી અસર પહોંચી રહી છે.આથી ડીઈઓએ શાળાના સંચાલકોને તાકીદે કરી છે.વરસાદને પગલે શાળાઓ બંધ કે ચાલુ રાખવી તે અંગે તેમને સ્વનિર્ણય લેવાની અને કદાચ શાળાઓમાં બાળકોને રજા આપી દેવાઈ તો પણ સમગ્ર સ્ટાફે હાજર રહેવાનું ફરમાન કર્યું છે. જોકે આજે સોમવારે મોરબીની મોટાભાગની ખાનગી શાળાઓ બંધ રાખવામાં આવી હતી. મોરબી જિલ્લા ડીઈઓએ વરસાદને પગલે પ્રાથમિક અને માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્ય અને સંચાલકોને તાકીદ કરી છે કે, હાલની વરસાદની પરિસ્થિતિ અને શાળાની સ્થાનીક સ્થિતિ મુજબ ધ્યાનમાં રાખી શાળાના શૈક્ષણિક કાર્ય બાબતે શાળાના સંચાલકોએ સ્વવિવેક નિર્ણય કરવાનો રહેશે અને જો શાળામાં બાળકોને રજા આપવામાં આવે તો પણ સમગ્ર સ્ટાફે શાળામા હાજર રહેવાનું રહેશે.તેમજ જિલ્લા વહિવટી તંત્ર કોઈ સૂચના જારી કરવામાં આવેતો તેની અમલવારી કરવાની રહેશે તેમજ પ્રાંત અધિકારી કે ,મામલતદાર કે, તાલુકા વિકાસ અધિકારીના સંકલનમાં રહીને અમલવારી કરવા તેમજ શાળામા જરુરીયાતવાળા અસરગ્રસ્ત પરિવારને આશ્રય આપવાની સૂચના આપી હતી. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274