મોરબી : જિલ્લા આરોગ્ય વિભાગ તરફથી સગર્ભાઓ તેમજ આવનાર નવજાતની આરોગ્યની જરૂરિયાતને ધ્યાને લઇ વિવિધ કાર્યક્રમો ચલાવાઈ રહ્યા છે. જે અંતર્ગત ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને મચ્છરજન્ય રોગચાળાથી બચાવ માટે મચ્છરદાનીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત મોરબી સ્થિત સો ઓરડી વિસ્તારમાં સગર્ભા મહિલાઓને મચ્છરદાનીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ અભિયાન દરમ્યાન મોરબી જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના ડી.એમ.ઓ. ડૉ. ચેતન વારેવાડિયા, તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. રાહુલ કોટડીયા, યુ.પી.એચ.સી સો ઓરડીના એમ.ડી. ડૉ. માધુરીબેન, સુપરવાઈઝર ઇસ્તીયાક માથકિયા, એસ.આઈ. અજય વાઘેલા સહિતની ટીમના તમામ સભ્યોએ સો ઓરડી વિસ્તારમાં વોર્ડ નંબર 4ના કાઉન્સલર જશવંતીબેન સુરેશભાઈ, પૂર્વ કાઉન્સેલર સુરેશભાઈ સિહરોહયા દ્વારા તમામ સગર્ભાઓને મચ્છરજન્ય રોગચાળાથી બચાવ હેતુ મચ્છરડાનીનું વિતરણ કરાયું હતું. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274