મોરબી : હાલ સમગ્ર મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં મચ્છરોનો ભયંકર ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. શહેરના તમામ ૧૩ વોર્ડમાં ગંદકી અને મચ્છરોના કારણે નાગરિકોનું આરોગ્ય જોખમાયું છે. આ ગંભીર સમસ્યા અંગે મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ મોરબી મહાનગરપાલિકા કચેરીના કમિશનરને પત્ર લખીને તાત્કાલિક ફોગિંગ કરવા રજૂઆત કરી છે.રજૂઆતમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે, જો સમયસર યોગ્ય પગલાં લેવામાં નહીં આવે, તો મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા જીવલેણ રોગો ફાટી નીકળવાની પૂરી શક્યતા છે. રોગચાળો ફેલાતો અટકાવવા માટે નીચે મુજબની માંગણીઓ કરવામાં આવી છે.- શહેરના તમામ વિસ્તારોમાં તાત્કાલિક ધોરણે ફોગિંગ મશીન દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવે.- ગંદા પાણીના ભરાવા અને ખુલ્લી ગટરોમાં જંતુનાશક દવાઓ નાખવામાં આવે.- બીમારીઓ ફેલાય તે પહેલાં જ પ્રિવેન્ટિવ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવે.નાગરિકોના સ્વાસ્થ્યને ધ્યાને રાખીને તંત્ર દ્વારા સત્વરે આ બાબતે ઘટતું કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.#Morbi #MorbiNews #MorbiUpdate #MorbiMahanagarpalika #Congress #Fogging #MosquitoControl #Health #GujaratNews