મોરબી: મોરબીના સુપર માર્કેટ ખાતે આજ રોજ ત્રણ મહિલા ચોરી કરતી રંગે હાથ ઝડપાઇ હતી. નજીવી કિંમતની વસ્તુ ચોરી કરી હોવાથી સ્થાનિકો અને સુપર માર્કેટના સ્ટાફ દ્વારા ત્રણેય મહિલાઓ પર રહેમ દ્રષ્ટિ રાખી તેને જવા દીધી હતી. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના સુપર માર્કેટમાં આજે ત્રણ મહિલાઓને શેમ્યુ, સાબુ અને તેલ જેવી વસ્તુની ચોરી કરતા રંગે હાથ ઝડપી પાડવામાં આવી હતી. બાદમાં મહિલાઓએ આજીજી કરતા સુપર માર્કેટના સ્ટાફ અને સ્થાનિકો દ્વારા તેને છોડી મુકવામાં આવી હતી અને પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતુ.