ગરમીનું પ્રમાણ વધતા 1 એપ્રિલથી 30 જૂન સુધી સમયમાં ફેરફાર કરાયો.મોરબી: ઉનાળાની શરૂઆત થતાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા તમામ સરકારી પ્રાથમિક શાળાઓ માટે શાળા સમય પત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગરમીનું પ્રમાણ વધતાં દર વર્ષની જેમ આ વર્ષે પણ એપ્રિલ મહિનાની શરૂઆતથી લઇ જૂન મહિનાના અંત સુધી તમામ સરકારી પ્રાથમિક શાળાઓનો સમય સવારનો કરવામાં આવ્યો છે.જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા દરેક પ્રાથમિક શાળાના આચાર્યને આ સમયપત્રક મોકલી આપવામાં આવ્યું છે. જે આ મુજબનું છે. ત્રણ પ્રકારની પ્રાથમિક શાળાઓ માટે વિગતવાર સૂચનાત્મક પત્ર આપવામાં આવ્યા છે. જેમાં જણાવ્યું છે કે, જ્યાં સુધી જિલ્લા કે તાલુકામાંથી આગામી લેખિત સૂચના મળે ત્યાં સુધી દર વર્ષે 1 એપ્રિલથી 30 મી જૂન સુધી સવારના 10:30 થી 5:00 સુધીનો શાળનો સમય રાખવા સૂચન કરવામા આવ્યુ છે.