ભીડ દૂર કરવા કડક કાર્યવાહીનો આદેશ : ૨૦થી વધુ વાહનો ડિટેઇન કરાયા મોરબી : ગઈ કાલે રામનવમીની જાહેર રજા નિમિત્તે બેંકો, પોસ્ટ ઓફીસ સહિતની સરકારી કચેરીઓ બંધ હતી. આજે સવારે ખૂલતી બજારે મોરબીમાં વિવિધ સ્થળો પર મોટો લોકસમુદાય બેંક, પોસ્ટઓફીસ સહિતના કામ માટે તેમજ ખરીદી અર્થે ઉમટી પડતા લોકડાઉન જાહેરનામાનો સરેઆમ ભંગ થતો હોવાના દ્રશ્યો સામે આવતા મોરબી જિલ્લા એસ.પી. ડૉ. કરણરાજ વાઘેલા ખુદ મોરબીની સડકો પર ઉતરી આવ્યા હતા. બેંક, એટીએમ, પોસ્ટઓફિસ તેમજ વિવિધ માર્કેટોમાં લોકોના ટોળા આજે સવારે ઉમટી પડતા લોકડાઉન હોય તેવું વાતાવરણ જ જણાતું ન હોય એસ.પી.ખુદ ગ્રાઉન્ડ ઝીરો પર ઉતરી આવ્યા હતા. જાહેર ચોક તેમજ ભીડભાડ વાળા સ્થાનો પર વધુ પોલીસ કુમુક ગોઠવી એકઠા થયેલા ટોળાઓને વિખેર્યા હતા. તેમજ પોલીસ સ્ટાફને પણ જાહેરનામાનો ભંગ કરતા શખ્સો સામે કડક હાથે કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ દરમ્યાન વ્યાજબી કારણ વગર વાહન લઈને નીકળતા 20થી વધુ વાહનો પોલીસે ડિટેઇન કર્યા હતા અને વાહનચાલક વિરુદ્ધ ગુન્હા દાખલ કરાયા હતા. તેમજ અમુક પોઇન્ટ પર પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો હતો. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/