મોરબી : મોરબીમાં કન્યા છાત્રાલય રોડ પર આજે એક વૃક્ષની ડાળી વીજ લાઈનની માથે પડતા વીજ વાયર નમી ગયો હોવાનો બનાવ સામે આવ્યો છે. હાલ આ નમી ગયેલો વીજ વાયરના કારણે જાનહાનીનું જોખમ તોળાઈ રહ્યું છે. ત્યારે વીજતંત્ર દ્વારા તાત્કાલિક કાર્યાવહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. મોરબીમાં વીજતંત્રની પ્રિ મોન્સૂન કામગીરીની પોલ વધુ એકવાર છતી થઈ છે. નવા બસ સ્ટેન્ડના પાછળના ભાગે આવેલ વૃક્ષો કન્યા શાળા રોડ પર પણ ઘેરાવો ધરાવે છે. આ વૃક્ષની એક ડાળી કન્યા છાત્રાલય રોડ પર આવેલ વીજ લાઈન પર પડી હતી. જેના કારણે વીજ વાયર નમી ગયો છે. હાલ આ નમી ગયેલો વિજવાયર કોઈ માણસ કે પશુનો ભોગ લે તે પૂર્વે તેનું સમારકામ થાય તેવી સ્થાનિકોએ માંગ ઉઠાવી છે.