સહકારી ક્ષેત્રના ભીષ્મપિતામહ વાઘજીભાઈ બોડાનો ચૂંટણીમાં 59 મતથી પરાજય મોરબી : રાષ્ટ્રીય સહકારી સંસ્થા કૃભકોના ડિરેકટર પદની ચૂંટણીમાં ગુજરાતની સીટ ઉપર સહકારી ક્ષેત્રના ભીષ્મપિતામહ વાઘજીભાઈ બોડા અને મગનભાઈ વડાવીયા વચ્ચે યોજાયેલી ચૂંટણીમા મગનભાઈ વડાવીયાનો ઝળહળતો વિજય થયો છે. કૃભકોના ડિરેકટરોની ટર્મ પૂર્ણ થતાં મોરબીના મગનભાઇ વડાવીયાએ તેમજ ટંકારા પંથકના વાઘજીભાઈ બોડાએ ડિરેકટર પદ માટે ન્યુ દિલ્હી ખાતે ઉમેદવારી નોંધાવી હતી. આ બન્ને ઉમેદવારોએ ગુજરાતની સીટ ઉપરથી ઉમેદવારી કરી હતી. ત્યારબાદ આજે મતદાન યોજાયું હતું. જેમાં મગનભાઈને 146 અને વાઘજીભાઈ બોડાને 87 મત મળ્યા હતા. આમ મગનભાઈ વડાવીયાનો વિજય થયો હતો. ઉલ્લેખનીય છે કે કૃભકોમાં કુલ 9 ડીરેક્ટરોના પદ છે. જેમાં ગુજરાતની સીટ ઉપરથી ડિરેકટર તરીકે મગનભાઈ વડાવીયા ચૂંટાયા છે. હવે આગામી દિવસોમાં ચેરમેન અને વાઇસ ચેરમેન સહિતના હોદ્દેદારોની નિયુક્તિ કરવામાં આવશે.