બન્ને પરિવારોએ જાગૃતતા દાખવી સગાઈ અને લગ્ન સહિતની વિધિ આજે જ ગોઠવી ખોટા ખર્ચ સાથે સગાસંબંધીઓનો સમય પણ બચાવ્યો મોરબી : મોરબીના ઘૂંટુ ગામે વધુ એક ઘડિયા લગ્ન લેવાયા છે. વર અને વધુના બન્ને પરિવારોએ જાગૃતતા દાખવી સગાઈ અને લગ્ન સહિતની વિધિ આજે જ ગોઠવી ખોટા ખર્ચ સાથે સગાસંબંધીઓનો સમય પણ બચાવ્યો છે. આ બન્ને પરિવારોએ પોતાના સંતાનોના ઘડિયા લગ્ન કરાવીને સમાજને વધુ એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. મોરબીના ઘૂંટુ ગામે રહેતા રમેશભાઈ જાદવજીભાઈ પરેચા અને રંજનબેનના સુપુત્ર હાર્દિક કુમારના લગ્ન પીપળી નિવાસી સરસ્વતીબેન વલ્લભભાઈ ઓગણજાની સુપુત્રી પૂજાબેન વલભભાઈ ઓગણજા સાથે નક્કી કરવામાં આવ્યા હતા. ત્યારે આજે બન્ને પરિવારોએ જાગૃતતા દાખવીને પોતાના સંતાનોના ઘડિયા લગ્ન કર્યા હતા. બન્ને પરિવારોએ સ્વયમ ઘડીયા લગ્નનો નિર્ણય લઈને પાટીદાર સમૂહ લગ્ન સમિતિને જાણ કરી હતી. ત્યારે પાટીદાર સમૂહ લગ્ન સમિતિએ બન્ને પરિવારોને અભિનંદન પાઠવ્યા હતા. આમ વર અને વધુના પરિવારોએ પોતાના સંતાનોના ઘડિયા લગ્ન કરાવીને સગાઈ અને લગ્ન સહિતની વિધિ આજે જ ગોઠવી દઈને ખોટો ખર્ચ તો બચાવ્યો હતો. સાથો સાથ સગા સંબંધીઓનો કિંમતી સમય પણ બચાવ્યો હતો. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news