સવારે છ વાગ્યાથી લઈ બપોરે બે વાગ્યા સુધીમાં સૌથી વધુ મોરબીમાં 27 મી.મી. વરસાદ નોંધાયો મોરબી : મોરબી જિલ્લામાં આજે સવારથી મેઘાવી માહોલ વચ્ચે તમામ તાલુકામાં સરેરાશ એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જિલ્લા ફ્લડ કંટ્રોલરૂમના સત્તાવાર આંકડા મુજબ આજે સવારે છ વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધીમાં મોરબીમાં 27 મીમી, ટંકારામાં 20 મીમી, માળિયામાં 25 મીમી, વાંકાનેરમાં 20 મીમી અને હળવદમાં 22 મીમી વરસાદ નોંધાયો છે.