મોરબી: જયશ્રી માનવ સેવા ટ્રસ્ટ દ્વારા બુધવાર, તા. 15/10/2025 ના રોજ પ્રધાનમંત્રી આવાસ યોજના, દલવાડી સર્કલ પાસે, મોરબી ખાતે એક નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાકીય પ્રવૃત્તિ ટ્રસ્ટના પ્રમુખ જયશ્રીબેન વાઘેલાના જન્મદિવસ નિમિત્તે યોજવામાં આવી હતી. આ કેમ્પમાં 80થી વધુ જરૂરિયાતમંદ લોકોએ લાભ લીધો હતો.આ કાર્યક્રમમાં ડાયાબિટીસ તથા બી.પી.નું નિદાન ડો. ચાર્મીબેન આદ્રોજા (યોગીકૃપા કલીનીક) દ્વારા નિ:શુલ્ક કરવામાં આવ્યું હતું, તેમજ જયશ્રીબેન સાગરભાઈ વાઘેલા પરિવાર તરફથી દર્દીઓને 3 દિવસની દવા ફ્રી આપવામાં આવી હતી, તેમજ તાવ, શરદી, ઉધરસનું ચેકઅપ કરી જરૂરી માર્ગદર્શન અપાયું હતું. આ ઉપરાંત જયસુખભાઈ ભાલોડીયાના સૌજન્યથી હાથ-પગ, કમર, સાંધાના દુઃખાવા અને વાના દર્દીઓને પોઈન્ટ આપી ફ્રી સારવાર પૂરી પાડવામાં આવી હતી.પ્રધાનમંત્રી આવાસ યોજનાના સરકારી દવાખાનાના ડો. હિમાંશુભાઈ રાંકજા દ્વારા પણ દર્દીઓનું ફ્રી ચેકઅપ કરવામાં આવ્યું હતું, જેમાં દેવયાની બહેને હેલ્પર તરીકે સેવા આપી હતી. કેમ્પને સફળ બનાવવા માટે ટ્રસ્ટના ઉપપ્રમુખ કપિલભાઈ રાઠોડ, ખજાનચી સાગરભાઈ વાઘેલા, ટ્રસ્ટીઓ જયશ્રીબેન રાઠોડ, આરતીબેન રત્નાની, દીપકભાઈ પરમાર, તેમજ જાગાસ્વામી મિત્ર મંડળના પ્રમુખ ઇશ્વરભાઈ રાઠોડ સહિતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.