ટંકારા: 'નારી તું નારાયણી, નારી તું સર્વ રક્ષતી' ના સૂત્રને સાર્થક કરવાના ઉમદા હેતુ સાથે મોરબી પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા ટંકારાની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં આવેલ કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે ભવ્ય સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓએ નિષ્ણાંત તબીબોની સેવાનો લાભ લીધો હતો.આ મેડિકલ કેમ્પમાં ટંકારા સરસ્વતી શિશુ મંદિર પરિવારના સભ્યો પણ સહભાગી થયા હતા. કેમ્પ દરમિયાન સ્ત્રી રોગ, એમ્બ્રિયોલોજીસ્ટ, ચામડી, વાળ, નખ, ડાયાબિટીસ, કાન-નાક-ગળું, બાળરોગ, તાવ-શરદી-ઉધરસ, આંખના રોગ, હાડકાના રોગ અને કેન્સર સહિતની બીમારીઓ માટે નિદાન કરવામાં આવ્યું હતું. સમગ્ર કેમ્પમાં અંદાજે 500થી વધુ દર્દીઓએ તપાસ કરાવી હતી.નિષ્ણાત તબીબોની સેવા અને નિ:શુલ્ક રિપોર્ટઆ કેમ્પમાં નામાંકિત તબીબોએ ડૉ. અંકિતા પટેલ, ડૉ. ભૂમિ જાકાસણીયા,ડૉ. કલ્પેશ રંગપરિયા, ડૉ. મયુર સદાતિયાં, ડૉ. અક્ષય જાકાસણીયા, ડૉ. ઋષિ વાંસદડીયા, ડૉ. મેહુલ પનારા, ડૉ.ખંજન સરડવા, ડૉ. મેઘલ ગાજીપરા, ડૉ. અલકેશ પટેલ,ડૉ. નિધિ સુરાણી અને ડો. વસંતભાઈ કાસુન્દ્રાએ સેવા આપી હતી. સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે હેલ્થકેર લેબોરેટરી મોરબીના રાહુલ શિયાલ દ્વારા દર્દીઓને હિમોગ્લોબીન, સુગર અને બ્લડ ગ્રુપના રિપોર્ટ નિ:શુલ્ક કરી આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા દર્દીઓને જરૂરી દવાઓનું પણ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.ગ્રુપના સભ્યોનો જહેમતભર્યો સહયોગઆ કાર્યક્રમને સફળ બનાવવા માટે પાટીદાર વુમન્સ પાવર ગ્રુપના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. જેમાં સાધનાબેન ઘોડાસરા, અંકિતાબેન પટેલ, કાજલબેન આદ્રોજા, આશાબેન ભાલોડીયા, અલ્પાબેન કાસુન્દ્રા, વનીતાબેન વરમોરા, ગૌરીબેન અઘારા અને નિધિ સુરાણી સહિતના સભ્યોએ ખડેપગે રહીને સહયોગ આપ્યો હતો.#Morbi #Tankara #MedicalCamp #PatidarWomensPowerGroup #HealthCare #MorbiNews #SocialService #FreeMedicalCheckup